ભારત અને પાકિસ્તાન વચ્ચે ડેવિસ કપનો મુકાબલો ઇસ્લામાદમાં જ રમવામાં આવશે. આઇટીએફ અને પીટીએફને પત્ર લખી કહ્યું કે, ‘તે સતત મહત્વપૂર્ણ દેશમાં સુરક્ષાની સ્થિતિ ઉપર નજર રાખશે’.
ઉલ્લેખનીય છે કે, બંન્ને દેશ વચ્ચે પહેલા આ મુકાબલો 14-15 સપ્ટેમ્બરે રમાવવાનો હતો, પરંતુ ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરીને બંન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઇ હતી. જેના કારણે મેચને સ્થગીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના એક સમાચારના રિપોર્ટ અનુસાર, આઇટીએફે પાકિસ્તાનને ટેનિસ મહાસંઘ (પીટીએફ)ને તારીખ નક્કી કરવા માટે 19 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
આઇટીએફના નિવેદન અનુસાર, ‘અમે પાકિસ્તાન પર સ્વતંત્ર સુરક્ષા સલાહકારની મદદથી સ્થિતિ પર નજર રાખીશું.’