ETV Bharat / sports

T20 World cup 2021: ઈંગ્લેન્ડે શ્રીલંકાને હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી - ઝડપી બોલર લાહિરૂ કુમારા

પહેલા બેટિંગ માટે મોકલવામાં આવેલી ઈંગ્લેન્ડ ટીમે 35 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બટલરે પહેલી ટી20 સદી ફટકારી 67 બોલમાં નોટઆઉટ 101 રન અને મોર્ગને 36 બોલમાં 40 રનની ઈનિંગ રમી હતી.

T20 World cup 2021: ઈંગ્લેન્ડે શ્રીલંકાને હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી

author img

By

Published : Nov 2, 2021, 1:28 PM IST

  • ઈંગ્લેન્ડે શ્રીલંકાને ટી20 વર્લ્ડ કપ સુપર 12 તબક્કાની મેચમાં 26 રનથી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા લગભગ પાકી કરી
  • પહેલી બેટિંગ માટે મોકલવામાં આવેલી ઈંગ્લેન્ડની ટીમે 35 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી
  • બટલરે પહેલી ટી20 સદી ફટકારતા 67 બોલમાં નોટઆઉટ 101 રન અને મોર્ગને 36 બોલમાં 40 રનની ઈનિંગ રમી હતી

શારજાહઃ જોસ બટલરના (Jose Butler) નોટઆઉટ 101 રન અને કેપ્ટન ઈયોન મોર્ગનની સાથે સદીની ભાગીદારીની મદદથી ઈંગ્લેન્ડે સતત ચોથી જીત મેળવીને શ્રીલંકાને ટી20 વર્લ્ડ કપ સુપર 12 તબક્કાની મેચમાં 26 રનથી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા લગભગ પાકી કરી દીધી છે. પહેલી બેટિંગ માટે મોકલવામાં આવેલી ઈંગ્લેન્ડની ટીમે 35 રન પર ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ બટલરે પહેલી ટી20 સદી ફટકારતા 67 બોલમાં નોટઆઉટ 101 રન અને મોર્ગને 36 બોલમાં 40 રનની ઈનિંગ રમી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 78 બોલમાં 112 રન બનાવીને ઈંગ્લેન્ડને શરૂઆતી ઝટકાથી નીકાળતા ચાર વિકેટ પર 163 રન સુધી પહોંચાડી દીધું હતું.

શ્રીલંકાની 31 બોલની અંદર જ ત્રણ વિકેટ પડી ગઈ હતી

શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ત્રણ વિકેટ 31 બોલની અંદર જ પડી ગઈ, જ્યારે સ્કોરબોર્ડ પર 34 રન જ હતા. પાથુમ નિસાંકા (1) ત્રીજા બોલ પર રન આઉટ થયો હતો. કુસલ પરેરા (7) અને ચરિત અસાલાંકા (21)ને લેગ સ્પિનર આદિલ રશિદે પેવેલિયન મોકલ્યો હતો. અવિષ્કા ફર્નાન્ડો (13) અને ભાનુકા રાજપક્ષા (26)એ 23 રનની ભાગીદારી કરી, પરંતુ ક્રિસ જોર્ડને નવમી ઓવરમાં ફર્નાન્ડોને આઉટ કરીને આ ભાગીદારીને તોડી નાખી હતી. શ્રીલંકાને 10 ઓવરમાં 98 રનની જરૂર હતી. રાજપક્ષાએ વોક્સને લગાવીને ચોગ્ગા-છગ્ગા લગાવી દબાણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગામી બોલ પર આઉટ થઈ ગયો હતો.

જોર્ડને નાખેલી 16મી ઓવરમાં 10 રન બન્યા

ત્યારબાદથી શ્રીલંકા માટે વાપસી કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. વાનિંદુ હસરંગા ડિસિલ્વા (34) અને કેપ્ટન દાસુન શનાકા (26)એ પ્રયત્ન કર્યો અને છેલ્લી 5 ઓવરમાં શ્રીલંકાને 51 રનની જરૂર હતી. જોર્ડને નાખેલી 16મી ઓવરમાં 10 રન બન્યા હતા. ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોને આ ભાગીદારીને તોડીને શ્રીલંકાની વાપસીની આશાને ખતમ કરી દીધી હતી.

આ પણ વાંચો- ભારત સામે શાનદાર જીત બાદ અમને વેગ મળ્યો : શોએબ મલિક

ઈંગ્લેન્ડે ટૂંક જ સમયમાં વધુ 2 વિકેટ ગુમાવી દીધી હતી

આ પહેલા ઈંગ્લેન્ડે બીજી જ ઓવરમાં સલામી બેટ્સમેન જેસન રોય (9)ની વિકેટ ગુમાવી દીધી હતી. લેગ સ્પિનર ડિસિલ્વાએ 21 રન બનાવીને ત્રણ વિકેટ લીધી હતી. આ પહેલા તેમણે દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક બનાવી હતી. ઈંગ્લેન્ડે ટૂંક જ સમયમાં વધુ 2 વિકેટ ગુમાવી દીધી હતી. ડેવિડ માલનને (6) પહેલા દુષ્મંતા ચામીરાએ ત્રીજી ઓવરમાં આઉટ કર્યો, જ્યારે 2 ઓવર પછી જોની બેયરસ્ટો (0)ને ડિસિલ્વાએ લેગ આઉટ કર્યો હતો. શ્રીલંકાને રિવ્યૂ પર આ સફળતા મળી હતી.

બટલરે 10મી ઓવર પછી હાથ ખોલવાના શરૂ કર્યા હતા

આ તમામની વચ્ચે બટલરે રનગતિને વધારવાનો પ્રયાસ કર્યો હતો. ઈંગ્લેન્ડે પહેલી 10 ઓવરમાં ફક્ત 47 રન બનાવ્યા હતા. બટલરે 10મી ઓવર પછી હાથ ખોલવાના શરૂ કર્યા હતા. તેણે ચમિકા કરૂણારત્નાએ નાખેલી 13મી ઓવરમાં 14 રન બનાવ્યા હતા. તેણે મીડ ઓન પર ચોગ્ગો ફટકાર્યા પછી ડીપમાં છગ્ગો માર્યો હતો. તેણે પોતાની અડધી સદી 45 બોલમાં પૂરી કરી લીધી હતી, જે તેની ટી20 કારકિર્દીની સૌથી ધીમી અડધી સદી છે.

આ પણ વાંચો- નીરજ ચોપરા સહિત અન્ય 11 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ મળ્યા

ઝડપી બોલર લાહિરૂ કુમારાએ નાખેલી 15મી ઓવરમાં 22 રન બન્યા હતા

ઝડપી બોલર લાહિરૂ કુમારાએ નાખેલી 15મી ઓવરમાં 22 રન બન્યા હતા, જેમાં બટલરે 2 છગ્ગા અને મોર્ગને એક છગ્ગો લગાવ્યો હતો. મોર્ગનના આઉટ થયા પછી પણ બટલરની આક્રમક રમત ચાલુ રહી હતી. તેમણે ચામીરાને છગ્ગો મારીને સદી પૂરી કરી હતી. ઈંગ્લેન્ડે છેલ્લી 5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.