- ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતનું જોરદાર પ્રદર્શન
- ભારતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યાં
- ભાવિનાએ છેલ્લી 16મી મેચમાં બ્રાઝિલનની ખેલાડીને મ્હાત આપી છે
જાપાનઃ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કરતા મહિલાઓની સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેમણે ક્લાસ-4 રાઉન્ડમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવેરાને 3-0થી મ્હાત આપી હતી. ભાવિના આ મેચમાં બ્રાઝિલી ખેલાડી પર સતત ભારી પડી હતી. તેમની જીત પછી તેમણે મેડલ જીતવાની આશા વધારી દીધી છે. આજે જ ભાવિના બપોર પછી સેમિફાઈનલમાં જગ્યા બનાવવા માટે મેદાને ઉતરશે.
આ પણ વાંચો- દરેક વિકેટ લીધા પછી બૂમો પાડવી યોગ્ય નથીઃ સુનિલ ગાવસ્કર
મજબૂતી વાપસી કરીને જીત મેળવી
ભારતીય પેરા એથ્લિટ ભાવિનાએ ક્લાસ-4 રાઉન્ડ 16ની મેચમાં બ્રાઝિલી ખેલાડીને સીધા સેટમાં 12-10, 13-11, 11-6થી મ્હાત આપી છે. આ જીત પછી ભાવિના ક્વાર્ટર ફાઈનલમાં સફળતાપૂર્વક પહોંચી ગયાં છે. જોયસે આ મેચમાં સારી શરૂઆત કરી હતી. તેમ છતાં ભાવિના જીતવામાં સફળ રહી છે, પરંતુ તે દરમિયાન ભાવિનાએ મજબૂતી વાપસી કરતા પહેલો સેટ 12-10થી જીતી લીધો હતો.
પહેલા સેટમાં ભાવિના પાછળ હતા પણ પછી જીત મેળવી
ભાવિનાએ બીજા સેટમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો હતો. તેમણે બીજા સેટમાં બ્રાઝિલની ખેલાડીને 13-11થી હરાવી હતી. તે સમયે ભાવિના આ સેટમાં થોડી પાછળ હતી અને તેમનો સ્કોર 7-10 હતો. ત્યારબાદ તેમણે ચારેય ગેમ પોઈન્ટ બચાવતા આ સેટ જીતવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ત્રીજા સેટમાં પણ તેમણે શાનદાર રમત ચાલુ રાખતા તેમના પ્રતિદ્વંદી પર 11-6થી જીત મેળવી હતી. જોયસ ડી ઓલિવેરા પર મળેલી 3-0ની જીત પછી તેઓ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા હતા. આ પહેલા તેમણે બ્રિટનની મેગનને હરાવીને અંતિમ 16માં જગ્યા બનાવી હતી.