- તીરંદાજીમાં હરવિંદર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો
- દક્ષિણ કોરિયાના કિન મિન સૂને 6-5થી હરાવ્યો
- ભારતનો પેરા ઑલિમ્પિકમાં તીરંદાજીમાં આ પહેલો મેડલ
- ટોક્યો પેરા ઑલિમ્પિકમાં દિવસનો ત્રીજો તથા કુલ 13મો મેડલ
ટોક્યો: ભારતના પેરા તીરંદાજ હરવિંદર સિંહે ટોક્યો ઑલિમ્પિકમાં પુરુષ વ્યક્તિગત રિઝર્વ ઑપનમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. હરવિંદરે શુક્રવારના યૂમેનોશિમાં ફાઇનલ ફીલ્ડમાં શૂટઆઉટમાં દક્ષિણ કોરિયાના કિન મિન સૂને 6-5થી હરાવ્યો.
ટોક્યો પેરા ઑલિમ્પિકમાં ભારતનો દિવસનો ત્રીજો મેડલ
હરવિંદર રેન્કિંગ રાઉન્ડમાં 21માં સ્થાન પર હતા અને તેમણે સેમિ ફાઇનલમાં અમેરિકાના કેવિન માથેર સામે મળેલી હાર પહેલા ત્રણ એલિમિનેશન મુકાબલા જીત્યા. ભારતનો તીરંદાજીમાં પેરા ઑલિમ્પિકમાં આ પહેલો મેડલ છે અને ટોક્યો પેરા ઑલિમ્પિકમાં દિવસનો ત્રીજો તથા કુલ 13મો મેડલ છે.
-
Great finish Harvinder @ArcherHarvinder !
— Anurag Thakur (@ianuragthakur) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A very memorable match!#IND defeats #KOR 6-5
India's 1st ever #Paralympics medal in Archery🏹#Cheer4India #Praise4Para pic.twitter.com/BpDYHCHzzN
">Great finish Harvinder @ArcherHarvinder !
— Anurag Thakur (@ianuragthakur) September 3, 2021
A very memorable match!#IND defeats #KOR 6-5
India's 1st ever #Paralympics medal in Archery🏹#Cheer4India #Praise4Para pic.twitter.com/BpDYHCHzzNGreat finish Harvinder @ArcherHarvinder !
— Anurag Thakur (@ianuragthakur) September 3, 2021
A very memorable match!#IND defeats #KOR 6-5
India's 1st ever #Paralympics medal in Archery🏹#Cheer4India #Praise4Para pic.twitter.com/BpDYHCHzzN
બ્રોન્ઝ મેડલ મુકાબલમાં જોવા મળી જબરદસ્ત ટક્કર
બ્રોન્ઝ મેડલ મુકાબલામાં હરવિંદરે પહેલો સેટ 26-24થી પોતાના નામે કર્યો, પરંતુ કોરિયાઈ ખેલાડીએ વાપસી કરતા બીજો સેટ 29-27થી પોતાના નામે કર્યો. ત્રીજા સેટમાં હરવિંદરે 28નો સ્કોર કર્યો, જ્યારે કિમ 25નો સ્કોર જ કરી શક્યો. હરવિંદરે 4-2ની સરસાઈ લીધી અને તેમણે મેડલ જીતવા માટે એક રાઉન્ડ પોતાના નામે કરવાની જરૂર હતી, પરંતુ ચોથા સેટમાં બંને તીરંદાજોએ 25-25નો સ્કોર કર્યો અને બંનેને એક-એક અંક મળ્યો.
ભારતે ટોક્યો પેરા ઑલિમ્પિકમાં 2 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા
પાંચમાં સેટમાં હરવિંદરે 26નો સ્કોર કર્યો, પરંતુ કિમે તેમનાથી એક અંક વધારે કરીને મુકાબલાને શૂટઆઉટ સુધી પહોંચાડ્યો. શૂટઆઉટમાં કિમે 8નો જ્યારે હરવિંદરે 10નો શૉટ રમ્યો. આ રીતે ભારતે પહેલીવાર તીરંદાજીમાં પેરા ઑલિમ્પિક રમતોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતે ટોક્યો પેરા ઑલિમ્પિકમાં અત્યાર સુધી 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 13 મેડલ પોતાના નામે કર્યા છે.
વધુ વાંચો: Tokyo Paralympics 2020: પેરા શૂટર અવની લેખરાએ કરી કમાલ, ગૉલ્ડ બાદ હવે જીત્યો બ્રોન્ઝ મેડલ
વધુ વાંચો: Paralympics: પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર જીત્યો, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા