- મનુ ભાકર અને રાહી સરનોબત અસાકા શૂટિંગ રેન્જમાં પ્રવેશ કર્યો
- રાઉન્ડના અંત સુધીમાં મનુએ 5મો અને રાહીએ 25મો ક્રમ મેળવ્યો
- સૌરભને મનુથી પૂરતો સહયોગ ન મળતા ટીમની મેડલની આશા પૂર્ણ
ટોક્યો (જાપાન) : ભારતની મહિલા 25 મીટર પિસ્ટલમાં પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સાથે મનુ ભાકર અને રાહી સરનોબત આજે ટોક્યો ઓલિમ્પિકની અસાકા શૂટિંગ રેન્જમાં પ્રવેશ કર્યો હતો. બંન્ને ઉપર પ્રિસેસન રાઉંડમાં સારો સ્કોર બનાવવી જવાબદારી છે. આ રાઉન્ડના અંત સુધીમાં મનુએ 5મો અને રાહીએ 25મો ક્રમ મેળવ્યો છે.
બન્ને દિવસના સ્કોર્સ ઉમેરીને અંતિમ રાઉન્ડની લાઇન-અપ નક્કી કરાશે
25 મીટરની પસ્ટલ ઇવેંટને 2 દિવસમાં વહેંચવામાં આવી છે જેમાં આજે પ્રિસેશન રાઉંડ છે. આ રેપિડ રાઉંડ સિવાય કાલે રમવામાં આવશે. આ પછી બન્ને દિવસના સ્કોર્સ ઉમેરીને અંતિમ રાઉન્ડની લાઇન-અપ નક્કી કરવામાં આવશે. આ ઇવેન્ટના કુલ સ્કોર પછી ફાઇનલ માટે ટોચના 8 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો : ઓલમ્પિકમાં દેશના રમતવીરોનો ઉત્સાહ વધારવા રાજભવન ખાતે મેરેથોનનું આયોજન
ક્વોલિફિકેશન રાઉંડ 2માં ફક્ત 7મા સ્થાને રહી
આ અગાઉ ભારતીય 10 મીટર એર પિસ્તોલની જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરી, ક્વોલિફિકેશન રાઉંડ 2માં ફક્ત 7મા સ્થાને રહી શકી હતી. જે સાથે જોડીની ઓલિમ્પિક યાત્રા અહીં સમાપ્ત થઈ હતી. આ રાઉન્ડમાં પ્રથમ બે સ્થાનની ટીમ ગોલ્ડ મેડલ મેચ માટે જાય છે. જ્યારે ત્રીજા અને ચોથા સ્થાનની ટીમ બ્રોન્ઝ મેડલ માટે જાય છે.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ
ક્વોલીફિકેશનના પ્રથમ તબક્કામાં 582 પોઇન્ટ સાથે ટોચ પર રહી હતી
ભારતીય જોડીએ ક્વોલીફિકેશનના પ્રથમ તબક્કામાં 582 પોઇન્ટ સાથે ટોચ પર સમાપ્ત કર્યા પછી બીજા તબક્કામાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ સૌરભને મનુથી પૂરતો સહયોગ ન મળતા ટીમની મેડલની આશા પૂર્ણ થઇ ગઇ હતી.
આ પણ વાંચો -
- Olympic: પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ
- Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી
- Tokyo Olympics 2020, Day 7: તીરંદાજ અતનુ દાસે કોરિયાના ખેલાડીને હરાવી 6-5થી જીત મેળવી
- Tokyo Olympics 2020, Day 7: હોકીમાં ભારતે ચેમ્પિયન ટીમ અર્જટીનાને 3-1થી હરાવ્યું
- Tokyo Olympics 2020, Day 7: પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 2-0થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ
- Tokyo Olympics 2020, Day 7:સતીશ કુમારે 91 કિલોશ્રેણીમાં 4-1થી એકતરફી જીત મેળવી