- ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) બીજા દિવસે ભારતની જોરદાર શરૂઆત
- ભારત તરફથી સૌરભ ચૌધરીએ (Saurabh Chaudhari) શરૂઆત કરતા ટોપ 15માં પોતાને ટકાવી રાખ્યો
- સૌરભ ચૌધરીએ (Saurabh Chaudhari) સૌને પાછળ મુકી પહેલું સ્થાન મેળવી લીધું
ટોક્યોઃ ભારતીય શૂટિંગે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) આજે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, જે ઈચ્છા અનુસાર નહતી, પરંતુ બીજા મુકાબલામાં પુરૂષ 10 મીટર એર પિસ્તોલમાં આશ્ચર્યજનક પ્રદર્શન કરી મેડલ રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જોકે, પુરૂષો તરફથી આ કારનામું કરી બતાવ્યું છે સૌરભ ચૌધરીએ. તેમણે 600માંથી 586 પોઈન્ટ્સ લઈને પહેલું સ્થાન મેળવ્યું છે. સૌથી વધુ 28 વખત તેમણે બુલ્સ આઈને હિટ કર્યું હતુ, પરંતુ ફાઈનલમાં તેઓ પોતાનુ આ પ્રદર્શન ફરી ન બતાવી શક્યો.
આ પણ વાંચોઃ Tokyo Olympics 2020, Day 2: અપૂર્વી અને ઈલાવેનિલ 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડમાંથી બહાર
ખેલાડી અભિષેક વર્મા (Abhishek Varma) વચ્ચે ટોપ-8નો ભાગ બન્યા
ભારત તરફથી પહેલા સૌરભ ચૌધરીએ (Saurabh Chaudhri) શરૂઆત કરતા ટોપ 25માં પોતાને ટકાવી રાખ્યા છે. ત્યારબાદ તેમણે સૌને પાછળ મુકીને પહેલું સ્થાન મેળવ્યું છે. તો બીજા ખેલાડી અભિષેક વર્મા (Abhishek Varma) વચ્ચે ટોપ-8નો ભાગ બન્યા હતા, પરંતુ તેઓ પોતાના પ્રદર્શનને ચાલુ ન રાખી શક્યા. તેમણે 575 પોઈન્ટ્સની સાથે 17મુ સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચોઃ Tokyo Olympics 2020, Day 2: Mixed archery team ચીની તાઈપેને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ
આજે મહિલા 10 મીટર એર રાઈફલથી ઓલિમ્પિકના અભિયાનની શરૂઆત થઈ
શૂટિંગમાં મેડલ રાઉન્ડ માટે ફક્ત ટોપ-8 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય શૂટિંગ અભિયાનની શરૂઆત આજે મહિલા 10 મીટર એર રાઈફલ (10m air rifle)થી કરવામાં આવી હતી, જેમાં ઈલાવેનિલ અને અપૂર્વી બંને મેડલ રાઉન્ડમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે.