મેલબોર્ન: નોવાક જોકોવિચની (Novak Djokovic Visa Controversy) ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાની આશા રવિવારે ધૂળ ખાઈ ગઈ કારણ કે, કોર્ટે રેલીગેશન ઓર્ડર સામે ટોચના ક્રમાંકિત ટેનિસ સ્ટારની અપીલને ફગાવી દીધી હતી.
જોકોવિચે COVID-19ની રસી લીધી ન હતી
ફેડરલ કોર્ટના 3 ન્યાયાધીશોએ શુક્રવારે જાહેર હિતના આધારે 34 વર્ષીય સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચના વિઝા રદ કરવાના ઈમિગ્રેશન પ્રધાનના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ નિર્ણય પાછળનું કારણ જોકોવિચનુ COVID-19ની રસી ન લેવાનું છે. આ નિર્ણય પછી, તેને દેશનિકાલ કરતા પહેલા મેલબોર્નમાં નજરકેદ રાખવામાં આવશે. દેશનિકાલના આદેશમાં સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા પરત ફરવા પર 3 વર્ષનો પ્રતિબંધ પણ સામેલ હોય છે.
જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં હાજરી ઓસ્ટ્રેલિયન જનતાના સ્વાસ્થ્ય માટે જોખમી
ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મિનિસ્ટરે એ આધાર પર વિઝા રદ કર્યો કે, જોકોવિચની ઓસ્ટ્રેલિયામાં હાજરી ઓસ્ટ્રેલિયન જનતાના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે અને અન્ય લોકોને ઓસ્ટ્રેલિયામાં રસીકરણની વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકે છે. 2022ના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં ભાગ લેવા આવ્યો તેના કલાકો પછી જોકોવિચના વિઝા 6 જાન્યુઆરીએ મેલબોર્ન એરપોર્ટ પર રદ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
કોરોનાની ટેનિસ પર અસર, નડાલે કહ્યું- જરૂરી હશે તો જોકોવિચ રણ રસી લે