- જયપુર શૂટિંગ રેન્જના ઘણા શૂટરોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની પ્રતિભા દર્શાવી છે
- શૂટિંગ રેન્જના ખેલાડીઓને ઇલેક્ટ્રોનિક ટાર્ગેટની સુવિધાનો અભાવ
- ઇલેક્ટ્રોનિક ટાર્ગેટના અભાવને કારણે તૈયારી અધૂરી: શૂટર્સ
જયપુર: પાટનગરના જગતપુરા ખાતે શૂટિંગ રેન્જના ઘણા શૂટરોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમની પ્રતિભા દર્શાવી છે. પરંતુ, આજે પણ આ શૂટિંગ રેંજ સુવિધાના અભાવથી દૂ:ખી છે. શૂટરોની ઘણી વખતની માંગ પર પણ ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ સ્થાપિત કરવામાં આવ્યાં નથી. આ માટે ઘણી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ, ખેલાડીઓને ઇલેક્ટ્રોનિક ટાર્ગેટની સુવિધા મળી નથી. આથી, શૂટર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓને બીજી શૂટિંગ રેન્જમાં જવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો: પેરા શૂટિંગ વર્લ્ડ કપ: મનીષ નરવાલે વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાને નામ, ગોલ્ડ જીત્યો
શું છે ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ
શૂટિંગ રેંજમાં બે પ્રકારના ટાર્ગેટનો ઉપયોગ કરવામાં આવે છે. એક કાર્ડબોર્ડ ટાર્ગેટ છે જે મેન્યુઅલ છે. બીજું ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ છે. શૂટર કાર્ડબોર્ડના નિશાનને ટાર્ગેટ પર રાખે છે. ત્યારે, તેની કામગીરી કેવી હતી તે બરાબર કહી શકાતી નથી. તે જ સમયે, ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ પર ફાયરિંગનું પરિણામ તરત જ આવે છે. જે ખૂબ સચોટ છે. આવી સ્થિતિમાં, શૂટર વધુ સારી પ્રેક્ટિસ માટે ઇલેક્ટ્રોનિક ટાર્ગેટને વધુ અનુકૂળ માને છે.
શુટરો શું કહે છે
શૂટરનું કહેવાનું છે કે, જગતપુરા શૂટિંગ રેન્જમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીંથી આંતરરાષ્ટ્રીય કક્ષાના ઘણા શૂટર પણ બહાર આવ્યા છે. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આ રેન્જના શૂટરોએ રાજસ્થાનને ઘણા મેડલ આપ્યા છે. પરંતુ, ક્યાંક ઇલેક્ટ્રોનિક ટાર્ગેટના અભાવને કારણે, અમારી તૈયારી અધૂરી રહે છે. આથી, આવી સ્થિતિમાં તેઓને બીજા શૂટિંગ રેન્જમાં જવું પડશે.
આ પણ વાંચો: આણંદનો એકલવ્ય: જાતે જ રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ કરીને સ્ટેટ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
ખેલ પ્રધાને આપ્યો વિશ્વાસ
રાજસ્થાનના રમતપ્રધાન અશોક ચંદનાએ કહ્યું હતું કે, તાજેતરમાં વિધાનસભામાં પણ ઇલેક્ટ્રોનિક ટાર્ગેટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. છેલ્લી વખતે ટેન્ડરના અભાવને કારણે શૂટિંગ રેન્જમાં ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ મૂકી શકાતા નહોતા. રમતપ્રધાને ખેલાડીઓને ખાતરી આપી હતી કે, ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં શૂટિંગ રેન્જ પર શૂટરોને ઇલેક્ટ્રોનિક ટાર્ગેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.