દુબઈ (યુએઈ): શનિવારથી એશિયા કપની શરૂઆત થાય છે. જેમાં પાકિસ્તાનના સુકાની બાબર આઝમ અને ભારતના સુપરસ્ટાર વિરાટ કોહલી સહિતના ટોચના ક્રિકેટરો વચ્ચે બરોબરની ટક્કર જોવા મળશે. ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડકપની તૈયારી કરવા માટે એશિયાકપ મહત્વ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચોઃ દેશને ખ્યાતિ અપાવવામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરોનો ફાળો હોવા છતા કરવો પડી રહ્યો છે આવો સંઘર્ષ
બાબર આઝમઃ પાકિસ્તાનનો ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાગ્રસ્ત થતાં પાકિસ્તાનની ટીમ બાબર આઝમની ધમાકેદાર બેટિંગ પર આધાર રાખશે. તે T20 અને વન-ડે બેટિંગ રેન્કિંગમાં ટોપ ઉપર છે.તે યુવા અને પ્રતિભાશાળી ખેલાડી છે. તેની ટીમે 2021 T20 વર્લ્ડ કપમાં ભારતને 10 વિકેટથી હરાવ્યુ હતું. આ રવિવારે બન્ને ટીમ એકબીજા સામે ટકરાશે.
કિંગ કોહલીઃ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Batsman virat kohli) તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમશે. ભારતનો પહેલો મેચ પાકિસ્તાનનો સામે રમશે. કોહલીને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના તાજેતરના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. છેલ્લે નવેમ્બર 2019માં વિરાટે આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. છેલ્લા કેટલાક સમયથી કોહલીના પર્ફોમન્સ સામે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ વખતે એની પાસે પોતાની ખરડાયેલી છબી સુધારવાનો સૌથી સારો મોકો છે.2011 માં ડેબ્યૂ કર્યા પછી 102 ટેસ્ટમાં 27 સદી ફટકારી છે. પરંતુ ખરાબ ફોર્મના કારણે ચાહકો એનાથી નિરાશ છે.
ઓલરાઉન્ડર હસરંગાઃ વાનિન્દુ હસરંગાએ(Blower Vanindu Hasranga) આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના લેગ સ્પિન વડે ચાહકોનું દિલ જીતી લીધું હતું. તેણે 16 મેચમાં 26 વિકેટ લઈને એક બેસ્ટ બોલર તરીકેની સાબિતી આપી દીધી હતી. તેના સાથી સ્પિનરો મહેશ થીકશાના, જેફરી વાંડરસે અને પ્રવીણ જયવિક્રમાની સાથે તે યુએઈની સ્પિન ફ્રેન્ડલી સ્લો પીચ પર સાથે બોલિંગ કરશે. 25 વર્ષીય હસરંગા, જે ઇંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડમાં રમ્યો ન હતો કારણ કે શ્રીલંકાના કોચ તેને એશિયા કપ અને T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરવા માગતા હતા. તે નીચલા ક્રમે આવીને સારી બેટીંગ પણ કરે છે.
આ પણ વાંચોઃગિલ વિદેશમાં ODI સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બન્યો
કપ્તાન શાકિબઃ શાકિબ અલ હસન(Shakib ul Hasan) ઘણીવાર મેદાન પર અને મેદાનની બહાર વિવાદોમાં સપડાયો છે. પરંતુ તે બાંગ્લાદેશનો સૌથી સારો ખેલાડી છે. સ્ટાર ઓલરાઉન્ડરને બાંગ્લાદેશની કેપ્ટનશીપ પાછી મેળવવા માટે જુગાર પોર્ટલ (jugar portal) સાથે સંબંધો તોડી નાખવાનું કહેવામાં આવ્યું હતું. મંગળવારે 35 વર્ષીય, લેફ્ટી બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સામેના એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
સ્પીન કિંગ રાશિદઃ એશિયન તાજ માટેના યુદ્ધમાં રાશિદ ખાન(Rashid khan) અફઘાનિસ્તાનનો મુખ્ય બોલર હશે. તેણે 66 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 112 વિકેટ ઝડપી છે.રાશિદની વિકેટ લેવાની ક્ષમતા અને લોઅર ઓર્ડર આવીને આક્રમક બેટીંગ કરવા માટે જાણીતો છે.અફગાનિસ્તાનની ટીમ તરફથી એ માટે તેની ભૂમિકા મહત્વની રહેશે.