- રેસલર સુશીલ કુમારને પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા હતા
- સુશીલ કુમારની દિલ્હીથી કરાઈ ધરપકડ
- સુશીલ કુમાર ઉપરાંત તેનો સાથી પણ પોલીસના હાથમાં
નવી દિલ્હી: સાગર હત્યા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રેસલર સુશીલ કુમારની ધરપકડ કરવામાં આવી છે, પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ ધરપકડ કરી છે. જે હત્યાના મામલે છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો.
આ પણ વાંચો: સુશીલ કુમાર પર 1 લાખનું ઇનામ જાહેર કરાયું, કુસ્તીબાજની હત્યા કરવાનો આરોપ
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, 4 મેના રોજ સાગર રેસલર અને તેના બે સાથી અમિત અને સોનુ મહેલને છત્રસાલ સ્ટેડિયમ ખાતે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે હોસ્પિટલમાં સાગરનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે. FIR નોંધાયા બાદથી જ સુશીલ ફરાર છે. તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યો છે અને તેની રોહિણી કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઈ છે. તેની ધરપકડ પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું છે.
ઘણી ટીમો તેની શોધમાં
ઘણી ટીમો ચાલુ સુશીલ રેસલરની શોધમાં છે. મોડેલ ટાઉન પોલીસ મથક, સ્પેશિયલ સ્ટાફ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ પણ તેની શોધખોળ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, તે સતત તેનું લોકેશન બદલી રહ્યો છે. આ જ કારણ છે કે તે, અત્યાર સુધી પોલીસથી બચવામાં સફળ રહ્યો છે. પોલીસને તે હાલ ચંદીગઢની આસપાસ હોવાની માહિતી મળી હતી. પંજાબમાં પણ પોલીસની એક ટીમ હાજર છે. શુક્રવારે સાંજે સુશીલની ધરપકડના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેને ખોટા ગણાવ્યા છે.
આ પણ વાંચો: દિલ્હી પોલીસે કુસ્તીબાજ સુશીલ કુમાર સામે કાર્યવાહી કરવા દિલ્હી સરકારને પત્ર લખ્યો