ઓડિશા: દેશમાં પ્રથમ વખત યોજાયેલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પંજાબ યુનિવર્સિટીએ ટૉચ પર રહીને ખિતાબ જીત્યો હતો. પંજાબ યુનિવર્સિટી અને સાવિત્રીબાઇ ફૂલે પૂણે યુનિવર્સિટી વચ્ચે કાટે કી ટક્કર જોવા મળી રહી હતી, પરંતુ છેવટે પંજાબે ખિતાબ પોતાને નામે કર્યો હતો.
અંતિમ દિવસે પંજાબે બૉક્સિંગમાં બે ગોલ્ડ જીતીને પૂણેને પાછળ છોડી પ્રથમ સ્થાન હાંંસલ કર્યુ હતું. જ્યારે પૂણે અંતિમ દિવસે એથલેટિક્સમાં ફક્ત 1 ગોલ્ડ જીતી શકી હતી. જે કારણે પંજાબ અને પૂણે બન્ને 17 ગોલ્ડની સાથે મેડલ તાલીકામાં ટોપ પર રહ્યાં હતા. જેથી સિલ્વર મેડલની ગણતરી કરાઇ હતી. જેમાં પંજાબના 19 અને પૂણેના 11 સિલ્વરના કારણે પંજાબે ટૉપ પર રહીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
પંજાબ કુલ 46 મેડલ સાથે પ્રથમ ક્રમે, પૂણે 37 મેડલ સાથે બીજા ક્રમે, જ્યારે પંજાબ યુનિવર્સિટી 33 મેડલ સાથે ત્રીજા ક્રમે રહી હતી. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના અંતિમ દિવસે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક તેમજ ખેલપ્રધાન કિરણ રિજિજ્જુ, આઇઓએ અધ્યક્ષ ડૉ. નરેન્દ્ર બત્રા ઉપસ્થિત રહ્યાં હતા. ખેલપ્રધાન કિરણ રિજીજ્જુએ જણાવ્યું હતું કે, "ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ભારતમાં પ્રથમ વખત થયુ હતું. આ આયોજન સફળ સાબિત થયુ છે. જેમાં બધા ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ રમત રમી પોતાની પ્રતિભા દેખાડી હતી."
-
3... 2... 1
— Khelo India (@kheloindia) March 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Presenting the first-ever champions of the Khelo India University Games 2020, Odisha - Panjab University, Chandigarh. Congratulations, champs 🎉!#KIUG2020 #KIUGOdisha2020 #KheloIndia @KirenRijiju @RijijuOffice @PMOIndia @IndiaSports @PIB_India @DGSAI @YASMinistry pic.twitter.com/O8Ik8TcX3G
">3... 2... 1
— Khelo India (@kheloindia) March 1, 2020
Presenting the first-ever champions of the Khelo India University Games 2020, Odisha - Panjab University, Chandigarh. Congratulations, champs 🎉!#KIUG2020 #KIUGOdisha2020 #KheloIndia @KirenRijiju @RijijuOffice @PMOIndia @IndiaSports @PIB_India @DGSAI @YASMinistry pic.twitter.com/O8Ik8TcX3G3... 2... 1
— Khelo India (@kheloindia) March 1, 2020
Presenting the first-ever champions of the Khelo India University Games 2020, Odisha - Panjab University, Chandigarh. Congratulations, champs 🎉!#KIUG2020 #KIUGOdisha2020 #KheloIndia @KirenRijiju @RijijuOffice @PMOIndia @IndiaSports @PIB_India @DGSAI @YASMinistry pic.twitter.com/O8Ik8TcX3G
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, અમારો ઉદ્દેશ્ય ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું નિયમિત આયોજન અને તેને સફળ બનાવવાનો છે. દસ દિવસ સુધી યોજાયેલ આ ખેલો ઇન્ડિયા યૂનિવર્સિટી ગેમ્સમાં 64 યુનિવર્સિટીએ એક એક ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે 113 યુનિવર્સિટીએ એક એક મેડલ જીત્યા હતા. સાવિત્રીબાઇ ફૂલે યુનિવર્સિટીનાં સાધ્વી ધૂરી અને પંજાબ યુનિવર્સિટીના સિદ્ધાંત સેજવલે 5-5 ગોલ્ડ મેડલ જીતી સૌથી સફળ ખેલાડી સાબિત થયા હતા.