કપૂરથલા : પંજાબના કપૂરથલા જિલ્લામાં પોલીસે કર્ફ્યૂના સમયે વાહનથી જઇ રહેલા 24 વર્ષના આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી અને તેના મિત્રને ગોળી મારી હતી.
કબડ્ડી ખેલાડી અરવિંદજીત સિંહનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેનો મિત્ર ઘાયલ થયો હતો. પોલિસને શંકા એ હતી કે બંને લોકો તેના પર હુમલો કરી શકતા હતા તેથી તેને ગોળી ચલાવવાની ફરજ પડી. પંજાબ પોલીસે શુક્રવારે આ તમામ માહિતી આપી હતી.