ETV Bharat / sports

ફૂટબોલના જાદુગર પેલેએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા - જાદુગર પેલેએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પેલે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા. 20મી સદીના (Brazils mighty king of beautiful game dies )મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું. પેલેની ગણતરી વિશ્વના મહાન ફૂટબોલરોમાં થાય છે. તેઓ થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું.

ફૂટબોલના જાદુગર પેલેએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

author img

By

Published : Dec 30, 2022, 9:36 AM IST

નવી દિલ્હીઃ બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેની પુત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ (Brazils mighty king of beautiful game dies )દ્વારા આ માહિતી આપી હતી. પેલેની ગણતરી વિશ્વના મહાન ફૂટબોલરોમાં થાય છે. તેઓ થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું.

3 વખત વર્લ્ડ કપ જીતનાર: 1958, 1962 અને 1970માં રમતની સૌથી(Football legend dead) પ્રતિષ્ઠિત ટ્રોફી, ફિફા (FIFA) વર્લ્ડ કપ જીતીને ત્રણ વખત વર્લ્ડ કપ જીતનાર એડસન એરાંટેસ દો નાસિમેન્ટો (પેલે) એકમાત્ર ખેલાડી છે. પેલેની પુત્રી કેલી ક્રિસ્ટિના નાસિમેન્ટોએ તેના પિતાના મૃત્યુ બાદ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં પેલેના પરિવારના લોકો તેમને અંતિમ વિદાય આપતા જોવા મળે છે.

હોસ્પિટલમાં દાખલ: પેલેને શ્વસન ચેપ અને કીમોથેરાપીની સારવાર માટે ગયા મહિને 29 નવેમ્બરે સાઓ પાઉલોની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરના વર્ષોમાં, તેમને તેમની કરોડરજ્જુ, હિપ, ઘૂંટણ અને કિડની સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના મૃત્યુ બાદ પરિવારે પેલેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન જાહેર કર્યું છે.

અંતિમ વિદાય: નું મૃત્યુ ફૂટબોલ પ્રેમીઓ માટે આઘાત સમાન છે. સોશિયલ મીડિયા પર તમામ ચાહકો ફૂટબોલ હીરોને અંતિમ વિદાય આપી રહ્યા છે. FIFA વર્લ્ડ કપની ફાઈનલમાં તાજેતરમાં મળેલી હાર છતાં, મેચને યાદગાર બનાવનાર ફ્રેન્ચ ફૂટબોલર Kylian Mbappéએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મૃત્યુના સમાચાર મળતાં જ મેસ્સીએ પણ પેલેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, "ફૂટબોલના રાજા ભલે આપણને છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ તેમના વારસાને ક્યારેય ભૂલી શકાય નહીં."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.