જીનીવા: FIFA એ જાહેરાત કરી છે કે, તેને 2027 ફૂટબોલ મહિલા વર્લ્ડ કપની યજમાની કરવા માટે સભ્ય દેશો તરફથી કુલ 4 અરજીઓ મળી છે. બેલ્જિયમ, જર્મની અને નેધરલેન્ડે સંયુક્ત રીતે ટુર્નામેન્ટની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને મેક્સિકો પણ સાથે મળીને આયોજન કરવા માંગે છે. જો આ રીતે જોવામાં આવે તો ઘણા દેશોએ તેના આયોજન માટે તેમના તરફથી પહેલ કરી છે.
આ પણ વાંચોઃ Ajinkya Rahane In WTC Final : IPLમાં તેના શાનદાર ફોર્મના આધારે રહાણેને WTC ફાઈનલ માટે પસંદગી કરવામાં આવી
અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે, 2023ઃ સમાચાર એજન્સી સિન્હુઆના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાએ પણ ફિફા સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. FIFA હવે એવા દેશોને બિડિંગ એગ્રીમેન્ટ્સ મોકલશે જે હોસ્ટ કરવા ઈચ્છે છે અને તેઓએ 19 મે, 2023 પહેલા તેમની સહભાગિતાની પુષ્ટિ કરવી પડશે. FIFA 17 મે, 2024 ના રોજ હોસ્ટિંગ અંગે નિર્ણય લેશે.
આ પણ વાંચોઃ Wrestlers Protest : વિનેશ ફોગાટનો આરોપ, રેસલર્સની સાથે હવે પરિવારને પણ ધમકાવવાનું શરૂ કરી દીધું
20 જુલાઈથી 20 ઓગસ્ટ 2023 દરમિયાન ફિફાની શરુઆતઃ તમને યાદ હશે કે, 2023માં FIFA મહિલા વિશ્વ કપ સત્તાવાર રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાવા જઈ રહ્યો છે. ફિફા મહિલા વિશ્વ કપની આ 9મી આવૃત્તિ બનવા જઈ રહી છે. આ કાર્યક્રમો 20 જુલાઈથી 20 ઓગસ્ટ 2023 દરમિયાન યોજાશે. આ પહેલો ફીફા મહિલા વર્લ્ડ કપ હશે, જેમાં એકથી વધુ દેશ હોસ્ટિંગ કરતા જોવા મળશે. તેની ઉદઘાટન મેચ ન્યુઝીલેન્ડ અને નોર્વે વચ્ચે 20 જુલાઈ 2023ના રોજ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાવવાની છે, જ્યારે ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત સિડની ઓલિમ્પિક સ્ટેડિયમમાં 20 ઓગસ્ટ 2023ના રોજ રમાશે.