ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવાએ મોરિશિયસ ઓપનના ચોથા રાઉન્ડ બોગી સહિત 7 અંડર કાર્ડ રમી પોતાના અભિયાનને સંયુકત 17માં સ્થાને પૂર્ણ કર્યું છે.
એશિયાઈ પ્રવાસમાં 8 વખત વિજેતા 47 વર્ષીય રંધાવાનો કુલ સ્કોર 274 રહ્યો હતો.
અન્ય ભારતીયમાં અભિજીત સિંહ ચઢ્ઢા સંયુક્ત 54માં સ્થાને જ્યારે ઉદયન સંયુક્ત 71માં સ્થાન પર રહ્યા.
ડેનમાર્કના 18 વર્ષીય રસમુસ હોગાર્ડે 3 ખેલાડી વચ્ચે રમાયેલ પ્લેઓફ જીતીને ખિતાબ પોતાને નામ કર્યો છે.
હોગાર્ડની સાથે ફાંસના એટોઈન રોજનેર અને ઈટલીના રેનોટો પારાટોરેનો સ્કોર 19 હતો.