હૈદરાબાદ: કોવિડ-19 (કોરોના વાયરસ)ને કારણે વિશ્વભરની રમત-ગમત ક્ષેત્રે ભયનો માહોલ ઊભો થયો છે. વુહાનથી ઉદ્દભવેલા કોરોના વાયરસની અસરથી 5,835 લોકોના મોત થયાં છે, જ્યારે વૈશ્વિક સ્તરે 1,56,533થી વધુ લોકોને આ વાયરસથી અસરગ્રસ્ત થયાં છે. કોવિડ-19ની અસર ભારતમાં રમત કેલેન્ડર પર પણ પડી છે. કેન્દ્રના વિવિધ હથિયારોએ રમત-ગમત સંચાલક મંડળને મૅચ રદ કરવા જણાવ્યું હતું. લોકોને દેશભરની તમામ રમત-ગમત પ્રવૃત્તિઓને મોટા પ્રમાણમાં ભીડ એકત્રિત ન થાય, તે માટે વિનંતી કરી હતી. જે બાદ અનિશ્ચિત મુદ્દત માટે મુલતવી રાખવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસથી પ્રભાવિત રમત-ગમતની યાદી
એથલેટિક્સ:
- એપ્રિલ સુધી ભોપાલમાં યોજાનારી ફેડરેશન કપ નેશનલ જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ મુલતવી
બેડમિંટન:
- નવી દિલ્હીમાં ઈન્ડિયા ઓપન 12 એપ્રિલ સુધી સ્થગિત
બાસ્કેટબોલ:
- બેંગલુરુમાં 18થી 22 માર્ચની FBIએ 3x3 ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ સ્થગિત
ચેસ:
- તમામ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ 31મે સુધી મુલતવી
ક્રિકેટ:
- 29 માર્ચથી 15 એપ્રિલ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત મુલતવી
- દિલ્હી સરકારે એક મહિના માટે તમામ રમત પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સિરીઝ સ્થગિત
- મુંબઈ અને પુણેમાં માર્ચ 7-22 સુધીના રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રદ
ફુટબોલ:
- ગોવાના ATK FC અને ચેન્નાઈન FC વચ્ચે 14 માર્ચે ઈન્ડિયન સુપર લીગની ફાઈનલ ખાલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
- તમામ ફૂટબોલ ટૂર્નામેન્ટ્સ 31 માર્ચ સુધી સ્થગિત
- 26 માર્ચે ભુવનેશ્વરમાં ભારત અને કતાર વચ્ચે ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ મુલતવી
- કોલકાતામાં 9 જૂને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ મુલતવી
- આઈસોલમાં 14-27 એપ્રિલ સુધી સંતોષ ટ્રોફી મેચનો અંતિમ રાઉન્ડ મુલતવી
- I-લીગની બાકી રહેલી 28 મેચ ખાલી સ્ટેડિયમમાં યોજાશે
- નવી દિલ્હીમાં 19-22 માર્ચથી ઈન્ડિયા ઓપન મુલતવી
ગોલ્ફઃ
- પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (PGTI)ની તમામ ટુર્નામેન્ટ્સ 16 માર્ચથી અનિશ્ચિત સમય માટે મુલતવી
કાર રેસ:
- દક્ષિણ ભારત રેલી- FIA એશિયા-પેસિફિક ચેમ્પિયનશિપના પ્રારંભિક રાઉન્ડ ચેન્નઇમાં 20-22 માર્ચ સુધી દર્શકો વગર યોજાશે
પેરા સ્પોર્ટ્સ:
- તમામ રાષ્ટ્રીય અને રાજ્ય ચેમ્પિયનશિપ 15 એપ્રિલ સુધી મુલતવી
શુટિંગ:
- નવી દિલ્હીમાં રાઈફલ, પિસ્તોલ અને શોટગન માટે આઈએસએસએફ વર્લ્ડ કપ 15-25 માર્ચ સ્થગિત
ટેનીસ:
- તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રદ