- માર્ચમાં બુડાપેસ્ટ વર્લ્ડકપ જીતીને ઓલમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું
- ભવાની એડજસ્ટેડ ઓફિશિયલ રેન્કિંગમાં હાલમાં 45માં ક્રમે
- કારકિર્દીમાં સફળતા માટેનો તમામ શ્રેય માતાપિતાને આપ્યો
નવી દિલ્હી: આ વર્ષે બેઈજિંગ ખાતે યોજાનારી ઓલમ્પિક્સમાં તલવારબાજીમાં ભારતનું નેતૃત્વ કરનાર ભવાની દેવી ભારતના ઈતિહાસના પ્રથમ મહિલા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બુધવારે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં તેણીએ જણાવ્યું હતું કે, " આ કદાચ પ્રથમ વખત હશે કે લોકો ફેન્સિંગ (તલવારબાજી) શું છે તે જાણશે અને જોશે. જેથી હું તેમના માટે મારું સૌથી ઉત્કૃષ્ટ પર્ફોમન્સ આપીશ."
આ પણ વાંચો - તલવારબાજ ભવાની દેવી ઓલંપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
માતા હંમેશા મનોબળ વધારતી હતી
ભવાની દેવીના સ્વર્ગસ્થ પિતા પૂજારી અને માતા ગૃહિણી છે. બન્નેએ ભવાનીને તલવારબાજી માટે તમામ પ્રકારનો સહકાર આપ્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે, "મારા માતા-પિતાના કારણે જ હું મારી જાતને આગળ વધારી શકી છું. મારી માતા હંમેશા મારો ઉત્સાહ વધારતી હતી અને જ્યારે પણ હું હતાશ થતી ત્યારે આજે નહીં તો કાલે સારુ થઈ જશે તેમ કહેતી હતી. બુડાપેસ્ટ વર્લ્ડકપ સમયે પણ તેણીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવતી વખતે મને ગેમ પર ધ્યાન આપવા જણાવ્યું હતું."