હૈદરાબાદ : અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન માટે નોમિનેટ થઈ ચૂકેલી મનુએ લૉકડાઉન વિશે જણાવ્યું કે લૉકડાઉનમાં મજા આવી રહી છે અને જે કામ કરવાનું લાંબા સમયથી રાહ જોઈ રહી હતી તે કામ માટેનો સમય આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, મારું રુટીન ખુબ સ્ટ્રિક્ટ છે. મારે મારું સ્પોર્ટસ અને શિક્ષણને મેનેજ કરવું પડે છે.
હરિયાણાની રહેવાસી મનુ તેમના રાજ્યમાં છોકરીઓને સ્પોર્ટસમાં જવા માટેની સમસ્યા વિશે વાત કરતા કહ્યું કે, ગામડાના લોકો એવું વિચારે છે કે છોકરીઓને બહાર જવા દેવી જોઈએ નહી, છોકરીઓને શિક્ષણ આપવામાં આપવામાં આવે છે. પરંતુ રમત-ગમત ક્ષેત્રે જવા દેવામાં આવતી નથી. સ્પોર્ટસથી છોકરીઓ દૂર છે. પરંતુ મે આવી કોઈ સમસ્યાનો સામનો કર્યો નથી. મુદ્દો માત્ર વિચારનો છે.
મનુએ માતા-પિતા વિશે કહ્યું કે, હું ત્રીજા ધોરણથી જ સ્પોર્ટસમાં ભાગ લઇ રહી છું. ક્યારે પણ રમત-ગમત વિશે મને ગુસ્સે થયા નથી. હંમેશા મારો સાથ આપ્યો છે. માટે હું ખુબ ખુશ છું.
ટોક્યો ઓલ્મિપકને સ્થગિત કરવાને લઈ જણાવ્યું કે, જ્યારે મને આ સમાચાર સાંભળવા મળ્યા ત્યારે તો હું ખુબ નિરાશ થઈ. કારણ કે, હું ખુબ ઉત્સાહિત હતી. સૌથી મોટું સ્ટેજ માનવામાં આવે છે અને દરેક એથલિટનું સપનું હોય છે ઓલમ્પિકમાં મેડલ જીતવું.
શુંટિગ જેવી રમત માટે ફિટનેસની ખુબ જરૂર હોય છે. આ વિશે લોકો માને છે કે, શૂટિંગમાં માત્ર ગોળી ચલાવવાનું છે, પરંતુ એવું નથી. કારણ કે, ખુબ લાંબા સમય માટે ઉભા રહેવાનું હોય છે માટે ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી છે.