- ભારતીય સ્ટાર દોડવીર હીમા દાસ મેદાન પર પરત ફર્યાં
- 21 વર્ષીય હીમા દાસે 23.31 સેકન્ડના સમયમાં રેસ પૂર્ણ કરી
- દૂતી ચંદ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલીફાય થઇ શકે તેમ છે
પટિયાલાઃ ભારતની સ્ટાર દોડવીર હીમા દાસે એક વર્ષ પછી મેદાન પર વાપસી કરી છે. પોતાની પહેલી જ સ્પર્ધાત્મક રેસમાં ભાગ લેતા હીમા દાસે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ગુરુવારે નેતાજી સુભાષ નેશનલ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ પરિસરમાં યોજાયેલી 200 મીટરની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
કોરોનાના કારણે એક પણ ભારતીય એથ્લીટ વિદેશની સ્પર્ધામાં ભાગ ન લઈ શક્યો
21 વર્ષીય હીમા દાસે 23.31 સેકન્ડના સમયમાં આ રેસ જીતી સૌને ચોંકાવી દીધા હતા. 400 મીટરમાં 2019માં વિશ્વ જૂનિયર ચેમ્પિયન રહેલા હીમાએ આ પહેલા જ ફક્ત ત્રણ વાર (વર્ષ 2018માં બે વખત અને 2019માં એક વખત)માં આનાથી પણ ઓછા સમયમાં રેસ જીતી હતી. હીમા અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વાલિફાય ન થઈ શક્યા અને તેમણે ઓગસ્ટ 2019માં પોતાની અંતિમ સ્પર્ધાત્મક રેસમાં ભાગ લીધો હતો. કોવિડ-19 મહામારીના કારણે ઘરેલુ કેલેન્ડર અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું, જેના કારણે એક પણ ભારતીય એથ્લિટ વિદેશમાં કોઈ પણ સ્પર્ધામાં ભાગ નહતો લઈ શક્યો.
દૂતી ચંદે પોતાની રેસ ઓછા સમયમાં પૂર્ણ કરી સમયમાં સુધારો કર્યો
જ્યારે દૂતી ચંદે મહિલા 100 મીટર સ્પર્ધા 11.44 સેકન્ડમાં જીતી હતી. આ સાથે તેમણે ગયા અઠવાડિયામાં પહેલી ગ્રાન્ટ પ્રીમિયરમાં હાંસલ કરેલા 11.15 સેકન્ડના સમયમાં સુધારો કર્યો છે. જ્યારે તેમને 11.15 સેકન્ડના સમયમાં ઓલિમ્પિક રમત માટે ક્વાલિફાયર કરવાની આશા છે. તે પોતાની રેન્કિંગના આધારે જ ટોક્યો ઓલિમ્પિકમાં 56 શરૂઆત કરનારી એથ્લિટ તરીકે ક્વાલિફાઈ કરી શકે છે. આ સમયે તે વિશ્વ રેન્કિંગમાં 33મા નંબર પર છે.