ETV Bharat / sports

The Flying Sikh Milkha Singhનું સમગ્ર જીવન રહ્યું સંઘર્ષમય, જુઓ

કોરોનાના કારણે અનેક દિગ્ગજ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હવે ફ્લાઈંગ શિખના નામથી પ્રખ્યાત ભારતના દોડવીર મિલ્ખા સિંહ (The Flying Sikh Milkha Singh)નું પણ કોરોનાના કારણે 91 વર્ષની વયે નિધન થયું છે. આ પહેલા રવિવારે તેમના પત્ની નિર્મલ કૌરનું નિધન થયું હતું. મિલ્ખા સિંહે (Milkha Singh) મોટી મોટી રેસ જીતી છે, પરંતુ જીંદગી સામેની મેચ તેઓ ન જીતી શક્યા. મિલ્ખા સિંહ (Milkha Singh)ના નિધનથી રમત જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. મિલ્ખા સિંહ (Milkha Singh)નું જીવન સંઘર્ષપૂર્ણ હતું. મિલ્ખા સિંહ (Milkha Singh) રાષ્ટ્રમંડળ રમતો (Commonwealth Games)માં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારા ભારતના એકમાત્ર પુરુષ ખેલાડી હતી. આવો મિલ્ખા સિંહના જીવન પર એક નજર કરીએ.

The Flying Sikh Milkha Singhનું સમગ્ર જીવન રહ્યું સંઘર્ષમય, જુઓ
The Flying Sikh Milkha Singhનું સમગ્ર જીવન રહ્યું સંઘર્ષમય, જુઓ
author img

By

Published : Jun 19, 2021, 9:33 AM IST

Updated : Jun 19, 2021, 2:10 PM IST

  • મિલ્ખા સિંહ (Milkha Singh)નું નિધન થતા ભારતને મોટી ખોટ
  • મિલ્ખા સિંહ (Milkha Singh)નું કોરોનાના કારણે 91 વર્ષની વયે નિધન
  • મિલ્ખા સિંહ (Milkha Singh)નું જીવન સંઘર્ષમય અને પડકારજનક રહ્યું

હૈદરાબાદઃ ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહ (Milkha Singh)નું 91 વર્ષની વયે નિધન થયું છે, જેનાથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. જોકે, આ પહેલા રવિવારે તેમના પત્ની અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું કોરોનાના કારણે નિધન થયું હતું. પદ્મશ્રી મિલ્ખા સિંહ (Milkha Singh)91 વર્ષના હતા. મિલ્ખા સિંહ (Milkha Singh)નું જીવન ખૂબ જ સંઘર્ષમય અને પડકારજનક રહ્યું હતું. તેઓ વર્ષ 1956માં પટિયાલામાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોના સમયથી સમાચારમાં આવ્યા હતા. 1958માં કટકમાં થયેલી રાષ્ટ્રીય રમતો (Commonwealth Games)માં 200 અને 400 મીટરના રેકોર્ડ તોડી દીધા હતા.

મિલ્ખા સિંહનું નિધન થતા ભારતને મોટી ખોટ
મિલ્ખા સિંહનું નિધન થતા ભારતને મોટી ખોટ

આ પણ વાંચોઃ Flying Sikh મિલ્ખા સિંહનું નિધન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

મિલ્ખા સિંહ (Milkha Singh)ને 1959માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો

મિલ્ખા સિંહ (Milkha Singh) એક પૂર્વ ભારતીય ટ્રેક અને ફિલ્ડ દોડવીર હતા. 'ફ્લાઈંગ શિખ' (The Flying Sikh)ના નામથી પ્રખ્યાત મિલ્ખા સિંહ (Milkha Singh)નો જન્મ 20 નવેમ્બર 1929એ પાકિસ્તાનના ફૈસલાબાદમાં થયો હતો. જ્યારે રિપોર્ટ્સ અનુસાર, તેમનો જન્મ 8 ઓક્ટોબર 1935માં થયો હતો. મિલ્ખા સિંહ (Milkha Singh) રાષ્ટ્રમંડળ રમતો (Commonwealth Games)માં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારા એક માત્ર પુરુષ ખેલાડી હતા. રમતમાં તેમની શાનદાર ખ્યાતિ માટે વર્ષ 1959માં મિલ્ખા સિંહ (Milkha Singh)ને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1960ના ઓલિમ્પિક રમતો (Olympic Games)માં 400 મીટરની ફાઈનલ મેચમાં મિલ્ખા સિંહ (Milkha Singh)ને મળનારા ચોથા સ્થાન માટે સર્વોચ્ચ યાદ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભારતના પૂર્વ દોડવીર મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ કૌરનુું કોરોનાથી નિધન

મિલ્ખા સિંહ (Milkha Singh)નું અંગત જીવન

મિલ્ખા સિંહ (Milkha Singh)ના લગ્ન નિર્મલ કૌર સાથે થયા હતા. તેઓ ભારતીય મહિલા વોલીબોલ ટીમ (Indian Women volleyball Team)ના પૂર્વ કેપ્ટન હતા. તેમના પરિવારમાં તેમના પૂત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અને ત્રણ પૂત્રી છે.

મિલ્ખા સિંહનું જીવન સંઘર્ષમય અને પડકારજનક રહ્યું

મિલ્ખા સિંહની કારકિર્દી કેવી રહી

ત્રણ વખત ફેલ કર્યા પછી પણ મિલ્ખા સિંહ (Milkha Singh) સેનામાં ભરતી થવાનો પ્રયાસ કરતા રહ્યા અને છેવટે તેઓ વર્ષ 1952માં સેનાની વિદ્યુત મેકિનિકલ એન્જિનિયરિંગ શાખામાં સામેલ થવામાં સફળ થયા હતા. એક વખત સશસ્ત્ર બળના તેમના કોચ હવલદાર ગુરુદેવ સિંહે તેમને દોડવા માટે પ્રેરિત કર્યા હતા. ત્યારથી તેમણે ઘણી મહેનત શરૂ કરી દીધી હતી. તેઓ વર્ષ 1956માં પટિયાલામાં થયેલી રાષ્ટ્રીય રમત વખતથી સમાચારમાં આવ્યા હતા. વર્ષ 1959માં કટકમાં થયેલી રાષ્ટ્રીય રમતોમાં 200 અને 400નો રેકોર્ડ તોડ્યો હતો. તેમનો સૌથી મોટી અને સુખદ ઘટના ત્યારે થઈ હતી. જ્યારે તેમણે રોમમાં વર્ષ 1960ના સમર ઓલિમ્પિક રમત (Olympic Games)માં ચોથું સ્થાન મેળવ્યું હતું. વર્ષ 1964માં તેમણે ટોક્યોમાં સમર ઓલિમ્પિક રમત (Olympic Games)માં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 1958માં રોમમાં યોજાયેલી ઓલિમ્પિક રેસ (Olympic Race)માં તેમણે 400 મીટરવાળી દોડની જીત સાથે વર્ષ 1958ના રાષ્ટ્રીય રમતોમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આ ઉપરાંત તેઓ વર્ષ 1958ના એશિયાઈ રમતો (200 મીટર અને 400 મીટર શ્રેણીમાં) અને વર્ષ 1962ની એશિયાઈ રમતો (200 મીટર શ્રેણી)માં પણ કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને મિલ્ખા સિંહ (Milkha Singh)ને 'ફ્લાઈંગ શિખ'નું બિરુદ આપ્યું હતું

વર્ષ 1962માં પાકિસ્તાનમાં રેસ યોજાઈ હતી, જેમાં મિલ્ખા સિંહે (Milkha Singh) ટોક્યો એશિયાઈ રમતો (Tokyo Asian Games) ની 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ વિજેતા અબ્દુલ ખાલિકને હરાવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને મિલ્ખા સિંહને 'ધ ફ્લાઈંગ શિખ'નું નામ આપ્યું હતું.

મિલ્ખા સિંહ (Milkha Singh)નું જીવન

વર્ષ 1959ની એશિયાઈ રમતોમાં મિલ્ખા સિંહ (Milkha Singh)ને મળેલી સફળતાઓના સન્માનમાં તેમણે ભારતીય સૈનિકના પદથી જૂનિયર કમિશન અધિકારીની બઢતી થઈ હતી. છેવટે તેઓ પંજાબ શિક્ષા મંત્રાલયમાં રમત નિર્દેશક બન્યા અને વર્ષ 1998માં આ પદ પરથી તેઓ સેવાનિવૃત્ત થયા હતા. મિલ્ખા સિંહે (Milkha Singh)જીતમાં મળેલા મેડલ દેશને સમર્પિત કરી દીધા હતા. શરૂઆતમાં તેમના દરેક મેડલને નવી દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમને પટિયાલામાં એક રમત સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા હતા. મિલ્ખા સિંહે (Milkha Singh) રોમના ઓલિમ્પિક (Olympic)માં પહેરેલા બૂટને પણ રમત સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. આ એડિડાસના બૂટને મિલ્ખા સિંહે (Milkha Singh) વર્ષ 2012માં રાહુલ બોસ દ્વારા યોજાયેલી એક ચેરિટી હરાજીમાં દાન કરવામાં આવ્યા હતા. આ બૂટને મિલ્ખા સિંહે (Milkha Singh) વર્ષ 1960ના દશકના ફાઈલનમાં પહેર્યા હતા.

'ભાગ મિલ્ખા ભાગ'
મિલ્ખા સિંહ (Milkha Singh)ના જીવન પર આધારિત 'ભાગ મિલ્ખા ભાગ' (Bhaag Milkha Bhaag) ફિલ્મ પણ આવી હતી. આ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાએ બનાવી હતી, જેમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહ (Milkha Singh)નું પાત્ર ભજવ્યું હતું. આ સાથે સોનમ કપૂર પણ ફિલ્મમાં જોવા મળી હતી. જ્યારે મિલ્ખા સિંહ (Milkha Singh)ને આ અંગે પૂછવામાં આવ્યું હતું કે, તેમને પોતાના જીવન પર ફિલ્મ બનાવવાની પરવાનગી કેમ આપી. તો તેમણે જણાવ્યું હતું કે, સારી ફિલ્મો યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત હોય છે અને તેઓ પોતે ફિલ્મ જોશે અને જોશે કે જીવનની ઘટનાઓને યોગ્ય રીતે બતાવવામાં આવી છે કે નહીં. તેઓ યુવાઓને આ ફિલ્મ દેખાડીને તેમના એથલેટિક્સમાં સામેલ થવા માટે પ્રેરિત કરવા માગતા હતા, જેનાથી ભારતને વિશ્વ સ્તર પર મેડલ જીતીને એક ગર્વ અનુભવી શકે.

મિલ્ખા સિંહ (Milkha Singh)ના રેકોર્ડ, પુરસ્કાર અને સન્માન

  • વર્ષ 1958ની એશિયાઈ રમતોમાં 200 મીટર રેસમાં - પ્રથમ
  • વર્ષ 1958ની એશિયાઈ રમતોમાં 400 મીટર રેસમાં - પ્રથમ
  • વર્ષ 1958ની રાષ્ટ્રીય રમતોમાં 440 યાર્જ રેસમાં - પ્રથમ
  • વર્ષ 1959માં પદ્મશ્રી પુરસ્કાર
  • 400 મીટરમાં વર્ષ 1962ની એશિયાઈ રમતોમાં 400 મીટર રેસમાં - પ્રથમ
  • વર્ષ 1964ની કોલકાતા રાષ્ટ્રીય રમતોની 400 મીટરની રેસમાં - દ્વિતીય

Last Updated : Jun 19, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.