આ લીગને આયોજીત કરવામાં ભારતીય વાયુ સેના (IAF) CPFIના એક સભ્ય રાજ્ય સંઘની સહાયતા કરશે. આ લીગમાં 5 ટીમો મેદાને રમવા માટે ઉતરશે.
સ્પર્ધામાં કુલ 40 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેઓએ નેશનલ અને ફેડરેશન કપ ચૈમ્પિયનશિપમાં કરેલા પ્રદર્શનને આધારે પસંદ કરવામાં આવ્યા છે.
આ સ્પર્ધામાં 10 વિદેશી ખેલાડી પણ ભાગ લઈ રહ્યા છે. જે ફ્રાંસ, ઈગ્લેન્ડ, મલેશિયા અને આયરલેંડ જેવા દેશોથી છે.
લોન્ચના સમયે વાત કરતા એયર માર્શલ પી.પી. બાપટએ કહ્યું કે, 'આ ભારતમાં સાયકલ પોલોના વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે. 7 વર્લ્ડ સાયકલ પોલો ચૈમ્પિયનશિપમાં ભાગ લેવા અને મેડલ જીત્યા બાદ આ યોગ્ય સમય હતો કે આ રમતને બીજા ઉચ્ચ શિખર પર લઈ જવામાં આવે અને મને લાગે છે કે સાયકલ પોલો લીગ એ દિશામાં પ્રથમ કદમ છે '