ETV Bharat / sports

CWG 2022: ભારતની બાર્બાડોસ સામે જંગી જીત, સેમી ફાઇનલમાં બનાવી જગ્યા

જેમિમા રોડ્રિગ્ઝની અણનમ (CWG 2022) અડધી સદી અને રેણુકા સિંહ ઠાકુરની 4 વિકેટે ભારતીય ટીમને આ શાનદાર જીત નોંધાવવામાં (India beat Barbados ) મદદ કરી.

Commonwealth Games 2022
Commonwealth Games 2022
author img

By

Published : Aug 4, 2022, 8:47 AM IST

બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022ની (Commonwealth Games 2022) મહિલા ટી20 ક્રિકેટ ઈવેન્ટમાં બુધવારે ભારતે બાર્બાડોસને 100 રનથી (India beat Barbados) હરાવ્યું. આ જીત (CWG 2022) સાથે ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. જેમિમા રોડ્રિગ્ઝની અણનમ અડધી સદી (India into the semifinals at the CWG 2022) અને શેફાલી વર્માના આક્રમક 43 રન પછી, રેણુકા સિંહ ઠાકુરની 4 વિકેટે ભારતીય ટીમને શાનદાર વિજય નોંધાવવામાં મદદ કરી.

આ પણ વાંચો: Commonwealth Games 2022: ગુજરાતના ગોલ્ડન બોયે ભારતને ટેબલ ટેનિસમાં ગોલ્ડ અપાવ્યો

હરમનપ્રીત કૌર ખાતું ન ખોલાવી શકી: આ પહેલા ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને બીજી (indian womens cricket team in CWG 2022) જ ઓવરમાં સ્મૃતિ મંધાનાએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે સ્કોર બોર્ડ પર માત્ર પાંચ રન હતા. આ પછી જેમિમા અને શેફાલીએ બીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. ખાસ કરીને આક્રમક ઇનિંગ રમતા શેફાલીએ 26 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર ખાતું પણ ખોલાવી શકી ન હતી અને પહેલા જ બોલ પર એસ સેલમેને તેણીને લેગ બિફોર આઉટ કરી દીધી હતી.

આ પણ વાંચો: CWG 2022: ભારતીય મહિલા લૉન બૉલ્સ ટીમે ગોલ્ડ જીત્યો

બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું: યાસ્તિકા ભાટિયાના સ્થાને આવેલી તાનિયા ભાટિયા પણ 6 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી જેમિમા અને દીપ્તિ શર્માએ ઇનિંગ સંભાળી હતી. દીપ્તિ 28 બોલમાં 34 રન બનાવીને અણનમ રહી જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, જેમિમાએ 46 બોલમાં 56 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.