નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ સોમવારે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમની (Indian Womens Cricket Team) પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ક્રિકેટમાં પ્રથમ વખત મળેલો કોમનવેલ્થ ગેમ્સ મેડલ હંમેશા ખાસ રહેશે. કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે નવ રનથી હારી ગયું હતું.
આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝને 100 રનથી આઉટ કરીને ભારતે મેળવી જીત
વડાપ્રધાને પાઠવી શુભેચ્છા: મહિલા ક્રિકેટ ટીમના વખાણ કરતા મોદીએ ટ્વિટ (Narendra Modi tweet) કર્યું કે, ક્રિકેટ અને ભારતને અલગ કરી શકાય નહીં. અમારી મહિલા ક્રિકેટ ટીમે સમગ્ર કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન શાનદાર ક્રિકેટ રમી અને સિલ્વર મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટમાં આ પહેલો મેડલ છે અને તેથી તે હંમેશા ખાસ રહેશે. વડા પ્રધાને ટેબલ ટેનિસના મિક્સ ડબલ્સમાં ગોલ્ડ જીતવામાં ધીરજ અને દ્રઢતા માટે શરથ કમલ અને શ્રીજા અકુલાની પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું, સાથે રમવાનો અને જીતવાનો પોતાનો જ આનંદ છે. બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કિદામ્બી શ્રીકાંતની પ્રશંસા કરતા વડાપ્રધાને તેમને ભારતીય બેડમિન્ટનના દિગ્ગજ ગણાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં આ તેમનો ચોથો મેડલ છે, જે તેમની કુશળતા અને સાતત્ય દર્શાવે છે. આશા છે કે, તે યુવા ખેલાડીઓને પ્રેરણા આપતા રહેશે અને ભારતને ગૌરવ અપાવશે.
-
Cricket and India are inseparable. Our Women's cricket team played excellent cricket through the CWG and they bring home the prestigious Silver medal. Being the first ever CWG medal in cricket, this one will always be special. Best wishes to all team members for a bright future. pic.twitter.com/jTeJb9I9XB
— Narendra Modi (@narendramodi) August 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cricket and India are inseparable. Our Women's cricket team played excellent cricket through the CWG and they bring home the prestigious Silver medal. Being the first ever CWG medal in cricket, this one will always be special. Best wishes to all team members for a bright future. pic.twitter.com/jTeJb9I9XB
— Narendra Modi (@narendramodi) August 8, 2022Cricket and India are inseparable. Our Women's cricket team played excellent cricket through the CWG and they bring home the prestigious Silver medal. Being the first ever CWG medal in cricket, this one will always be special. Best wishes to all team members for a bright future. pic.twitter.com/jTeJb9I9XB
— Narendra Modi (@narendramodi) August 8, 2022
આ પણ વાંચો: CWG 2022: વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીને બોક્સિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ
રમતગમતના પાવરહાઉસ કોણ: બેડમિન્ટનમાં મહિલા ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ (Bronze Medal in Badminton) જીતનાર ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે, તેમને તેમના પર ગર્વ છે. પ્રી-ગેમ્સની વાતચીતની વિડિયો ક્લિપ ટ્વીટ કરતાં મોદીએ હળવાશમાં કહ્યું, "ટ્રીસાએ મને કોમનવેલ્થ ગેમ્સ માટે રવાના થતાં પહેલાં ગાયત્રી સાથેની તેની મિત્રતા વિશે જણાવ્યું હતું ,પરંતુ તેણીને ખાતરી નહોતી કે તે મેડલ જીતશે અને તેની કેવી રીતે ઉજવણી કરશે ? આશા છે કે, હવે તેણે તેનું આયોજન કરી લીઘું હશે. બોક્સિંગમાં સિલ્વર મેડલ વિજેતા સાગર અહલાવતને તેમના સંદેશમાં, વડા પ્રધાને કહ્યું કે, તેઓ રમતગમતમાં ભારતના 'પાવરહાઉસ' પૈકીના એક છે અને તેમની સફળતા બોક્સરની યુવા પેઢીને પ્રેરણા આપતી રહેશે. આશા છે કે, તે ભવિષ્યમાં પણ ભારતને ગૌરવ અપાવતું રહેશે.