મુંબઈઃ મીડિયા રીપોર્ટનું માનવામાં આવે તો BCCI ટૂંક જ સમયમાં નવા કોચનું નામ જાહેર કરી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે, રાહુલ દ્રવિડનું સ્થાન હલે એમ નથી. ન તો રાહુલ વિદાઈ લઈ રહ્યા છે. ન તો એમને દૂર કરવામાં આવ્યા છે. મહિલા ક્રિકેટ ટીમ માટે નવા કોચનું એલાન થઈ શકે છે. તારીખ 30 જૂનના રોજ મહિલા ક્રિકેટ ટીમના કોચ માટેના ઈન્ટરવ્યૂ છે. અશોક મહ્લોત્રા, જતીન પરાંજપે, સુલક્ષણા નાયકની ક્રિકેટ સલાકાર સમિતિએ આ અંગે મોટી ચર્ચા કરી હતી.
નામ ફાઈનલઃ બોર્ડના સુત્રોમાંથી મળેલી વિગત અનુસાર કોચના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. તુષાર ઓરઠે નામના કોચ અગાઉ પણ ભારતીય ક્રિકેટ ટીમને લીડ કરી ચૂક્યા છે. મુંબઈમાં કોચ માટેના ઈન્ટરવ્યૂ યોજાશે. એ પછી નવા હેડકોચનું નામ એલાન કરાશે. હાલ તો તુષાર ઓરઠે, અમોલ મજુમદાર અને ઈંગ્લેન્ડના જોન લુઈસનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે.
અમોલ મજુમદારઃ હાલ તો અમોલ મજુમદારનું નામ આ સૌથી આગળ ચાલી રહ્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટ ક્ષેત્રે એનું નામ ખૂબ મોટું માનવામાં આવે છે. કોચિંગનો પણ એમની પાસે લાંબો અનુભવ છે. ભારતીય ક્રિકેટ ટીમની અંડર 19 અને અંડર 23ને પણ તાલિમ આપી ચૂક્યા છે. વર્ષ 2013માં એમને બેટિંગ લાઈન નિષ્ણાંત તરીકે સિલેક્ટ કરાયા હતા. વર્ષ 2018થી સતત ત્રણ વર્ષ સુધી તેઓ બેટિંગ કોચ તરીકે રહ્યા છે. તે હજુ પણ ટીમ સાથે છે. તે દક્ષિણ આફ્રિકાના વચગાળાના બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ મુંબઈના મુખ્ય કોચ છે અને તેમની કોચિંગ અંગે બરોડા ક્રિકેટ ટીમ સાથે વાતચીત ચાલી રહી છે.
અગરકરની ચર્ચાઃ મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચની નિમણૂક કરવા ઉપરાંત, BCCI ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારની પણ નિમણૂક કરવા જઈ રહ્યું છે. ચેતન શર્માના રાજીનામા બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરનું નામ આ ખાલી પદ માટે સૌથી આગળ ચાલી રહ્યું છે. અજીત અગરકર, જે મુંબઈનો છે, તેણે 1998 થી 2007 વચ્ચે ભારતીય ટીમ માટે 26 ટેસ્ટ અને 191 વનડે રમી છે.
આવો રેકોર્ડઃ તેની પાસે ટેસ્ટમાં 1 સદી અને વનડેમાં 1269 રન અને 288 વિકેટ સહિત 571 રન અને 58 વિકેટ છે. તેણે 4 ટી20 મેચમાં 3 વિકેટ લીધી છે. અગરકર 2007માં ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો સભ્ય રહી ચૂક્યો છે. જોકે, આ વખતે એના કોચ બનવાના ચાન્સ સૌથી વધારે હોવાનું ચર્ચામાં છે. જોવાનું એ રહે છે કે, એની પસંદગી થાય છે કે નહીં.