ETV Bharat / sports

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ લીધી નિવૃત્તિ

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી(World number one female tennis player) એશલે બાર્ટીએ નિવૃત્તિની જાહેરાત(Ashley Barty announces retirement) કરી છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી બાર્ટી(Australian player Barty)એ આ પહેલા ટેનિસ બ્રેક લીધો હતો પરંતુ આ વખતે તે પરત નહીં ફરે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેણે ફેન્સને પોતાના નિર્ણયની જાણકારી આપી.

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ  લીધી નિવૃત્તિ
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ લીધી નિવૃત્તિ
author img

By

Published : Mar 23, 2022, 2:26 PM IST

બ્રિસ્બેનઃ વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી(World number one female tennis player) એશલે બાર્ટીએ બુધવારે નિવૃત્તિની જાહેરાત (Ashley Barty announces retirement)કરી હતી. અગાઉ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ટેનિસ બ્રેક લીધો હતો, પરંતુ હવે તે કોર્ટ પર પરત ફરશે નહીં. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી. આ નિર્ણય તેના ચાહકો માટે ખૂબ જ ચોંકાવનારો હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે ઓસ્ટ્રેલિયન ઓપન એવોર્ડ (Australian Open Award) જીત્યો હતો. 44 વર્ષમાં આ એવોર્ડ જીતનારી તે પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી હતી. તેની ગણતરી ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડીઓમાં થાય છે.

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી

આ પણ વાંચો: EXCLUSIVE: ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલની ETV ભારત સાથે ખાસ વાતચીત

વિશ્વ મહિલા ટેનિસ ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાન: બાર્ટી હાલમાં વિશ્વની મહિલા ટેનિસ ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આવી સ્થિતિમાં, કોઈને અપેક્ષા નહોતી કે તે આટલી જલ્દી નિવૃત્ત થઈ જશે. તેના ચાહકો સાથે સાથે ટેનિસ જગતના અન્ય દિગ્ગજો પણ તેના નિર્ણયથી ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. તેના નજીકના મિત્ર અને પત્રકાર સાથેની મુલાકાતમાં, બાર્ટીએ જાહેરાત કરી હતી કે તે તેની ટેનિસ કારકિર્દીને અલવિદા કહી રહી છે. બાર્ટીએ પોતાના ટેનિસ કરિયરમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ એવોર્ડ જીત્યા છે.

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી

ઘણા સમયથી નિવૃત્તિ વિશેનો વિચાર : વીડિયોમાં, 25 વર્ષની બાર્ટીએ સમજાવ્યું કે, તેને નથી લાગતું કે તેનું શરીર આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચ પર રહેવા માટે જરૂરી બધું આપવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે તેણે આ નિર્ણય અચાનક નથી લીધો, પરંતુ તે ગયા વર્ષે વિમ્બલ્ડનથી આ વિશે વિચારી રહી હતી. બાર્ટીએ કહ્યું, 'હું ઘણા સમયથી નિવૃત્તિ વિશે વિચારી રહી હતી. મારી કારકિર્દીમાં ઘણી શાનદાર ક્ષણો આવી જે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ગયા વર્ષે વિમ્બલ્ડએ એક ખેલાડી તરીકે મારામાં ઘણો બદલાવ કર્યો હતો.

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી
વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી

આ પણ વાંચો: #Wimbledon : જોકોવિચે ગ્રાન્ડસ્લેમ ટેનિસ ફાઈનલમાં કર્યો પ્રવેશ

શારીરિક રીતે તૈયાર કરી શકતી નથી:તેમણે એમ પણ કહ્યું કે, 'મેં મારી ટીમને ઘણી વખત કહ્યું કે મારી પાસે હવે તે તાકાત અને ઇચ્છા નથી. હું મારી જાતને શારીરિક રીતે તૈયાર કરી શકતી નથી અને મને નથી લાગતું કે હવે હું બીજું કંઈ કરી શકું. મેં આ રમત માટે મારું સર્વસ્વ આપી દીધું છે અને હું તેનાથી ખૂબ જ ખુશ છું. મારા માટે આ જ સાચી સફળતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.