આમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે ક્રિકેટર સિવાય બીજા કોઈ ખેલાડીને ભારતમાં સ્ટાર ગણવામાં આવતા નથી અને તેમને યાદ કરાતા નથી. ભારતમાં એકાદ આઈપીએલ મેચનો હિરો પણ વધારે ધન અને યશ કમાઈ છે, જેટલા ઑલિમ્પિક મેડલ લાવનારાને પણ મળતા નથી. ભારતમાં ક્રિકેટનું ઘેલું હોવાથી લોકો બીજી રમતોમાં નાયક સમાન બનેલા ખેલાડીઓના પ્રદાનની ઉપેક્ષા જ કરતા હોય છે.
અહીં એવા ત્રણ હોકી ખેલાડીઓને યાદ કરીએ, જેમની યોગ્ય કદર થઈ નથી:
ધ્યાન ચંદ
ધ્યાન ચંદ તરીકે વધારે જાણીતા થયેલા ધ્યાન સિંહ દુનિયાના સૌથી ઉત્તમ હોકી ખેલાડી હતા. તેઓ એટલી સફતાપૂર્વક હોકીના બોલને રમાડી શકતા હતા કે હરિફ ટીમના ખેલાડીઓ આક્ષેપ કરવા લાગતા હતા કે તેમણે પોતાની સ્ટિકમાં ગુંદર જેવું કશુંક લગાડ્યું છે.
1926થી 1948 સુધી 22 વર્ષ તેમણે ઉજળી કરિયર ભોગવીમાં જેમાં 400થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ તેમણે કર્યા. તેમને હોકીના જાદુગર એવી રીતે યુરોપના અખબારો ઓળખાવતા થયા હતા.
1936માં ભારતીય હોકી ટીમ મ્યુનિક ઑલિમ્પિક્સ રમવા માટે બર્લિન ગઈ હતી. તે વખતે જર્મનીની સામે ભારતે 8-1થી વિજય મેળવ્યો હતો. રમત જોયા પછી એડોલ્ફ હિટલરે ધ્યાન ચંદને મળવા માટે બોલાવ્યા હતા અને તેમને આમંત્રણ આપ્યું હતું કે તમે જર્મન આર્મીની હોકી ટીમમાં જોડાઈ જાવ.
જોકે ધ્યાન ચંદે ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, “મારું ભારત એ મારું છે.” ત્રણ ઑલિમ્પિક સુવર્ણ ચંદ્રક મેળવવા બદલ અને તે વખતે ધડાધડ ગોલ કરવા બદલ ધ્યાન ચંદને યાદ કરાય છે. 1928, 1932 અને 1936 એમ ઉપરાઉપરી ત્રણ વાર ભારત ચેમ્પિયન બન્યું હતું અને હોકીની દુનિયામાં છવાઈ ગયું હતું.
હોકીની રમતમાં આટલું મોટું પ્રદાન હોવા છતાં ધ્યાન ચંદને ક્યારેય ભારત રત્ન ના અપાયો. પાછલી જિંદગીમાં ભારત સરકાર અને હોકી ફેડરેશન તરફથી ઉપેક્ષા થવા લાગી હતી, તેના કારણે પણ ધ્યાન ચંદ બહુ ઉદાસ થઈ ગયા હતા.
તેઓ આર્થિક ભીંસમાં પણ હતા અને બહુ હતાશ થઈ ગયા હતા. તેઓ લીવરના કેન્સરના કારણે એઇમ્સ હોસ્પિટલના જનરલ વૉર્ડમાં 3 ડિસેમ્બર, 1979ના રોજ અવસાન પામ્યા હતા.
રૂપ સિંહ
ધ્યાન ચંદના નાના ભાઈ રૂપ સિંહ પણ હોકીના એટલા જ ઉત્કૃષ્ટ ખેલાડી હતા. 1908માં જન્મેલા રૂપ સિંહ ઇન્સાઇડ ફોર્વર્ડ રમતા હતા અને તેમણે 1932 and 1936ની બંને ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.
જોકે મોટા ભાઈની પ્રતિભા નીચે તેઓ ઢંકાઈ ગયા હતા. 1932ની લોસ એન્જલસ ઑલિમ્પિક્સમાં તેમણે મોટા ભાઈ કરતાંય સારો દેખાવ કર્યો હતો, તેમ છતાં તેમને ઇતિહાસમાં જાણે ભૂલાવી દેવાયા છે.
રૂપ સિંહ 69ની ઉંમરે 1977માં ગરીબાવસ્થામાં જ અવસાન પામ્યા. તેમની યાદગીરીમાં બસ ગ્વાલિયરમાં 1978માં બનેલું રૂપ સિંહ સ્ટેડિયમ જ ઊભું છે. આ સ્ટેડિયમ હોકી માટે બનાવવાનું હતું, પણ એક દાયકા પછી તેને ક્રિકેટ સ્ટેડિયમ બનાવી દેવાયું તે પણ વક્રતા છે.
ધનરાજ પિલ્લઇ
હોકીને જો ક્રિકેટ જેટલી લોકચાહના મળી હોત તો આજે ધનરાજ પિલ્લઇને વિરાટ કોહલી જેટલું માન મળતું હોત. ફિલ્ડ પર ધનરાજ એટલા જ આક્રમક રહેતા હતા. કોહલી અત્યારે ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કામ કરે છે, તેના કરતાંય વધુ અસરકારક રીતે ધનરાજે હોકી ટીમની કેપ્ટનશીપ કરી હતી. ધનરાજ આખાબોલા પણ એવા જ હતા.
તેમની બહુ ટીકા થતી હતી, પણ મેદાન પર તેઓ જાદુઈ રીતે ફરતા હતા. તેમનામાં પ્રતિભા ઠાંસી ઠાંસીને ભરેલી હતી અને તેઓ જન્મસિદ્ધ સુકાની હતા. કોહલીની જેમ જ તેઓ પણ પોતાના ખેલાડીઓની વહારે આવતા, પણ કોહલી જેટલી પ્રસિદ્ધિ તેમને ક્યારેય મળી નહિ.
હકીકતમાં ભારતીય હોકી ફેડરેશને પણ ક્યારેય ધનરાજને પૂરતો શ્રેય આપ્યો નથી. 1989થી 2004 સુધી ધનરાજ ભારત વતી 339 ગેમ રમ્યા હતા અને તેમણે 170 ગોલ કર્યા હતા.
હોકીના ઇતિહાસમાં તેઓ એકમાત્ર એવા ખેલાડી છે જેમણે ચાર ઑલિમ્પિક્સમાં (1992, 1996, 2000, અને 2004), ચાર વિશ્વ કપમાં (1990, 1994, 1998, અને 2002), ચાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં (1995, 1996, 2002, અને 2003), અને ચાર એશિયન ગેમ્સમાં (1990, 1994, 1998, અને 2002) ભાગ લીધો હોય.
તેમની કેપ્ટનશીપમાં જ ભારતની ટીમ 1998 એશિયન ગેમ્સ અને 2003 એશિયા કપ જીતી હતી. ભારત માટે લોહી પરસેવો એક કર્યા છતાં છેલ્લે છેલ્લે તેમની સાથે દુર્વ્યવહાર થયો હતો. 2004ની એથેન્સ ઑલિમ્પિક્સમાં માત્ર 96 સેકન્ડ્સ પછી તેમને પાછા બોલાવી લેવાયા હતા. વર્ષો સુધી ભારતીય હોકી ટીમનો આધાર બનેલા ખેલાડીને આ રીતે હટાવી લેવાયા તેનું ચાહકોને બહુ દુઃખ થયું હતું.
તેમના માટે આ બનાવ એટલો આઘાતજનક હતો કે ગેમ પછી ઇન્ટરવ્યૂમાં તેઓ રડી પડ્યા હતા. ફેડરેશનની વિરુદ્ધમાં પોતે બોલ્યા હતા એટલે તેમનું આવું અપમાન કરવામાં આવ્યું છે એમ તેમનું કહેવું હતું. તેઓ જીવનભર ના ભૂલાય તેવો પાઠ ભણાવવા માગતા હતા અને આજે પણ તે કડવી યાદ તેઓ ભૂલી શક્યા નથી.
તેઓ જાતે જાહેરાત કરે તે પહેલાં ફેડરેશને તેમને નિવૃત્ત જાહેર કરી દીધા. ઓસ્ટ્રેલિયા કે જર્મની જેવા દેશમાં તેઓ પેદા થયા હોત તો તેમનું સ્થાન કંઈક જુદું જ હોત, પણ ભારતીય હોકી ફેડરેશને ક્યારેય તેમની યોગ્ય કદર કરી નથી.
ભૂલાયેલા હીરો: હોકીના ત્રણ મહાન ખેલાડીઓ
હોકીમાં ભારતને ટોચનું સ્થાન અપાવનારા ત્રણ મહાન ખેલાડીઓને આજે આપણે ભૂલી ગયા છીએ, જુદી જુદી રમતોમાં ભારતે ઘણા મહાન ખેલાડીઓ આપ્યા છે. હોકી, બેડમિન્ટન, ચેસ, બૉક્સિંગ વગેરેમાં ભારતે વિશ્વવિજેતા ખેલાડીઓ આપ્યા છે.