ETV Bharat / sports

Tokyo Olympics 2021: રાની રામપાલને ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બનાવવામાં આવી - ભારતીય મહિલા હોકી ટીમ

હોકી ઈન્ડિયાએ સોમવારે અનુભવી સ્ટ્રાઈકર રાની રામપાલને આગામી મહિને રમાનાર ટોક્યો ઓલિમ્પિક્સ (tokyo olympics) માટે ભારતીય મહિલા હોકી ટીમ (hockey team)ની કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે. જ્યારે ભારતીય પુરુષ ટીમના કેપ્ટન તરીકે મનપ્રીત સિંઘના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને બનાવવામાં આવી

author img

By

Published : Jun 22, 2021, 5:27 PM IST

  • ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલને બનાવવામાં આવી
  • પુરૂષ ટીમના કેપ્ટન મનપ્રીત સિંઘને બનાવવામાં આવ્યાં
  • આ વર્ષે ટોક્યોમાં રમાશે ઓલિમ્પિક્સ

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ સોમવારે અનુભવી સ્ટ્રાઈકર રાની રામપાલ (rani rampal) ને આગામી મહિને રમાનાર ટોક્યો ઓલિમ્પિક્સ (tokyo olympics) માટે ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન તરીકે નિમણૂક કરવાની ઘોષણા કરી છે.

23 જુલાઈથી રમાશે ટોક્યો ઓલિમ્પિક્સ

કોરોના વાઈરસને કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવેલી ટોક્યો ઓલિમ્પિક્સ (tokyo olympics) આ વર્ષે 23 જુલાઈ 2021 થી 8 ઓગસ્ટ 2021 સુધી યોજાશે. આ માટે, હોકી ઇન્ડિયા (hockey india)એ થોડા દિવસો પહેલા 16 સભ્યોની ભારતીય મહિલા હોકી ટીમની ઘોષણા કરી હતી. જોકે, તે સમયે કેપ્ટનના નામની ઘોષણા કરવામાં આવી નહોતી. રાની ઉપરાંત ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કા અને ગોલકીપર સવિતા પુનિયાને ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યાં છે.

ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવું એ સન્માનની વાતઃ રાની

રાનીએ કહ્યું, "ઓલિમ્પિકમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. વર્ષોથી કેપ્ટન તરીકેની મારી ભૂમિકાએ તેને સરળ બનાવ્યું છે. હું આ જવાબદારી માટે તૈયાર છું અને મને આ સન્માન આપવા બદલ હું હોકી ઈન્ડિયા (hockey india)નો આભાર માનું છું.

હોકી ઈન્ડિયાની રાની કેપ્ટન તરીકે હતી પહેલી પસંદ

હોકી ઈન્ડિયાએ કહ્યું કે, રાની ફક્ત તેની ઓનફિલ્ફ પ્રદર્શન માટે જ નહીં, પરંતુ ટીમમાં યુવાનોને માર્ગદર્શન આપવા માટેની તેમની સહજ ક્ષમતા માટે પણ કેપ્ટન તરીકેની પહેલી પસંદ હતી. હોકી ઈન્ડિયાએ કહ્યું કે, "સવિતા અને દીપ લગભગ એક દાયકાથી સંભવિત ટીમનો હિસ્સો છે અને તેઓ નેતૃત્વ જૂથનો મુખ્ય ભાગ રહ્યાં છે. તેઓએ 2018 માં નવમો ક્રમ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

ભારતીય મહિલા ટીમે મેળવી છે ઘણી સફળતા

ભારતીય મહિલા ટીમે છેલ્લા ચાર વર્ષમાં ઘણી સફળતા મેળવી છે, જેમાં 2017 માં એશિયા કપ જીતવો અને 2018 એશિયન ગેમ્સમાં રજત પદક જીતવા સહિતનો સમાવેશ થાય છે. રાનીના નેતૃત્વ હેઠળ, ટીમ 2018 માં લંડનમાં આયોજિત FIH મહિલા વર્લ્ડ કપમાં પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.

ભારતીય મહિલા હોકી ટીમ નીચે મુજબ છે

સવિતા (ગોલકીપર), દીપ ગ્રેસ એક્કા, નિક્કી પ્રધાન, ગુરજિત કૌર, ઉદિતા (ડિફેન્ડર્સ), નિશા, નેહા, સુશીલા ચાનુ પુખરામમ્, મોનિકા, નવજોત કૌર, સલીમા ટેટે (મિડફિલ્ડર્સ), રાની રામપાલ(કેપ્ટન) નવનીત કૌર, લાલરેમસિઆમી, વંદના કટારિયા અને શર્મિલા દેવી (ફોરવડર્સ)

ભારતીય મહિલા હોકી ટીમ
ભારતીય મહિલા હોકી ટીમ

મિડફિલ્ડર મનપ્રીત સિંઘને ભારતીય પુરુષ હોકી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

મિડફિલ્ડર મનપ્રીત સિંઘને ટોક્યો ઓલિમ્પિક્સ માટે 16 સભ્યોની ભારતીય પુરુષ હોકી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે દિગ્ગજ ડિફેન્ડર્સ બિરેન્દર લાકડા અને હરમનપ્રીત સિંઘને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2021 : જીંદની યુવા મહિલા કુસ્તીબાજથી દેશને ઘણી આશા

મનપ્રીતની આ ત્રીજી ઓલિમ્પિક્સ

આ મનપ્રીતની ત્રીજી ઓલિમ્પિક્સ હશે. મનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વર્ષ 2017માં એશિયા કપ, 2018માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019માં એફઆઈએચ સિરીઝ ફાઇનલ્સ જીતી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.