ETV Bharat / sports

IOA પ્રમુખ નરેન્દ્ર બત્રાની FIHની ચૂંટણી ગેરકાયદેસર હતી: IOA ઉપ-પ્રમુખ - આઇઓએના ઉપપ્રમુખ

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની લડાઈ હવે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી (IOC) સુધી પહોંચી ગઈ છે અને IOAના ઉપપ્રમુખ સુધાંશુ મિત્તલે પણ IOCને એક પત્ર લખ્યો છે.

IOA President Narendra Batra's election of FIH was illegal
આઈઓએ પ્રમુખ નરેન્દ્ર બત્રાની FIHની ચૂંટણી ગેરકાયદેસર હતી: આઇઓએ ઉપ પ્રમુખ
author img

By

Published : Jun 7, 2020, 11:42 PM IST

નવી દિલ્હી: ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની લડાઈ હવે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી (IOC) સુધી પહોંચી ગઈ છે અને IOAના ઉપપ્રમુખ સુધાંશુ મિત્તલે પણ IOCને એક પત્ર લખ્યો છે.

IOA President Narendra Batra's election
આઈઓએ પ્રમુખ નરેન્દ્ર બત્રાની FIHની ચૂંટણી ગેરકાયદેસર હતી: આઇઓએ ઉપ પ્રમુખ

તેમણે પોતાના પત્રમાં આક્ષેપ કર્યો છે કે IOA પ્રમુખ નરેન્દ્ર બત્રાની આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH)ની ચૂંટણી ગેરકાયદેસર હતી.

મિત્તલે પોતાના પત્રમાં એમ પણ આરોપ લગાવ્યો છે કે, બત્રાએ IOAને ભારતની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખપદ દરમિયાન 'ખોટી માહિતી' આપી હતી.

IOA President Narendra Batra's election of FIH was illegal
આઈઓએ પ્રમુખ નરેન્દ્ર બત્રાની FIHની ચૂંટણી ગેરકાયદેસર હતી: આઇઓએ ઉપ પ્રમુખ

મિત્તલે શનિવારે પોતાના પત્રમાં લખ્યું છે કે, "આ ફરિયાદ FIHના પ્રમુખ અને IOCના સભ્ય નરેન્દ્ર બત્રા વિરુદ્ધ છે, જેમણે FIH, હોકી ઈન્ડિયા તેમજ તેમના યુનિયનોને ખોટી ઘોષણાઓ અને માહિતી આપી છે."

મિત્તલે કહ્યું કે FIHની કલમ 7.2 અનુસાર એકવાર કોઈ વ્યક્તિ અધ્યક્ષ તરીકે ચૂંટાય છે, તો તેણે 30 દિવસની અંદર અન્ય કોઈપણ પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

તેમણે કહ્યું, "આર્ટિકલ 7.2 વાંચ્યા પછી સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર બત્રા એક સાથે FIHના પ્રમુખ ન હોઈ શકે અને હોકી ઇન્ડિયા સાથે કોઈ હોદ્દો રાખી શકતા ન હતા. તેથી જ બત્રાએ ડિસેમ્બર 2016માં હોકી ઇન્ડિયાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતુ. જેથી બત્રાએ ડિસેમ્બર, 2016થી હોકી ઈન્ડિયામાં કોઈ કારોબારી પદ સંભાળ્યું નથી, જેથી તે FIH બંધારણ મુજબ પ્રમુખ તરીકે FIHની જવાબદારી સંભાળી શકે. "

જો કે, બત્રાએ હજી સુધી આ આરોપો અંગે કોઇ જવાબ આપ્યો નથી. પરંતુ તેમણે કહ્યું છે કે તેઓ કાર્યાલય પર પહોંચ્યા બાદ આ આરોપોનો જવાબ આપશે.

બત્રાએ કહ્યું, "તમે બધા જાણતા હશો કે હું 20 જૂન સુધી હોમ ક્વોરેન્ટાઈન છું. કારણ કે, મારા ઘરમાં કોવિડ-19ના 7 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. જો મને તે બરાબર મળે તો તે આગળ નહીં વધે અને પછી હું 22 કે 23 જૂનથી ઓફિસ આવી શકીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.