ETV Bharat / sports

ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL HOCKEY: જાપાન સામે ભારતનો પરાજય, હવે પાકિસ્તાન સામે બ્રોન્ઝ માટે ટકરાશે

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021ની સેમિફાઇનલમાં (ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL) ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને કારમી હારનો (INDIAN MEN HOCKEY TEAM LOOSES TO JAPAN) સામનો કરવો પડ્યો હતો. સેમીફાઈનલમાં જાપાને ભારતને 5- 3થી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ભારત હવે પાકિસ્તાન (IND vs PAK Hockey) સામે ટકરાશે, બુધવારે બન્ને હરીફ કાંસ્ય પદક માટે આમને-સામને થશે.

INDIAN MEN HOCKEY TEAM
INDIAN MEN HOCKEY TEAM
author img

By

Published : Dec 22, 2021, 11:18 AM IST

ઢાકા: ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતને મંગળવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ASIAN CHAMPIONS TROPHY SEMIFINAL) મેન્સ હોકી ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં જાપાન સામે 3-5થી હારનો સામનો (INDIAN MEN HOCKEY TEAM LOOSES TO JAPAN) કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય કે, મેચની શરૂઆત પહેલા ભારતને જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું. જેણે પોતાની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં આ જ ટીમને 6-0થી હરાવી હતી. જાપાન સામે ભારતનો જીત- હારનો રેકોર્ડ પણ સારો છે પરંતુ વિરોધી ટીમે સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમને ચોંકાવી દીધી હતી.

યામાદાએ પ્રથમ મિનિટમાં પેનલ્ટી પર ગોલ કરીને લીડ અપાવી

મંગળવારે જાપાનની ટીમ સંપૂર્ણપણે બદલાયેલી દેખાતી હતી અને તેણે શરૂઆતથી જ મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમની ડિફેન્સ લાઇનમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું. જાપાનને શોટા યામાદાએ પ્રથમ મિનિટમાં પેનલ્ટી પર ગોલ કરીને લીડ અપાવી હતી. જ્યારે રેકી ફુજીશિમા (2જી), યોશિકી કિરીશિતા (14મી), કોસેઈ કાવાબે (35મી) અને ર્યોમા ઓકા (41મી)એ પણ ગોલ કર્યા હતા.

બુધવારે બ્રોન્ઝ મેડલ પ્લે ઓફમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે

ભારત તરફથી દિલપ્રીત સિંહ (17મી મિનિટ), વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહ (43મી) અને હાર્દિક સિંહ (58મી મિનિટે)એ ગોલ કર્યા હતા. ભારત અને જાપાનની ટીમ આ પહેલા 18 વખત સામસામે આવી ચુકી છે, જેમાંથી ભારતે 16 મેચ જીતી છે. જ્યારે તેને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ડ્રો રહી હતી. ટાઈટલ મેચમાં જાપાનનો મુકાબલો દક્ષિણ કોરિયા સામે થશે, જ્યારે બુધવારે બ્રોન્ઝ મેડલ પ્લે ઓફમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન (IND vs PAK Hockey) સામે થશે. દક્ષિણ કોરિયાએ બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાનને 6-5થી હરાવ્યું હતું. ભારત (ACT SEMIFINAL HOCKEY INDIA) રાઉન્ડ રોબિન તબક્કામાં અજેય રહીને ટોચ પર રહ્યું હતું.

આ પણ વાંચો: ​​Test match India 2021: સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ વિચારોના સંઘર્ષમાંથી બહાર આવી ટેસ્ટ મેચ માટે ઉડાન ભરી

આ પણ વાંચો: Brand Ambassador of Uttarakhand:ભારતીય બેટ્સમેન ઋષભ પંતને ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.