નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન સરદાર સિંહને ગર્વ છે કે તેઓ તે પેઢીના હિસ્સા રહ્યા છે કે જેણે ભારતીય હોકીને એક નવી ઉંચાઇ હાંસીલ કરતા જોઇ છે, તેમજ તેમને પોતાના કરિયર દરમિયાન એક વાતનો પસ્તાવો પણ છે કે તેમણે દેશ માટે ઓલિમ્પિક મેડલ ના જીતી શક્યા.
જોકે સરદારનું માનવું છે કે, મનપ્રીત સિંહની આગેવાનીવાળી હાલની ટીમ પાસે આવતા વર્ષે ટોક્યોમાં રમાનાર ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો સારો મોકો છે.
સરદારે કહ્યું કે હોકીમાં મારી સફર ઘણી સંતોષજનક રહી છે, કારણ કે હું તે યુગનો ભાગ હતો કે જેણે 2012માં લંડન ઓલિપ્મિકમાં અંતીમ સ્થાને રહેવા બાદ 2018માં જ્યારે મે સંન્યાસ લીધો ત્યારે દુનિયાની છઠા નંબરની ટીમ સુધીનું લાંબા અંતરનું સફર પાર કરી લીધો હતો.
ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો ઇતિહાસ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમે આઠ ગોલ્ડ મેડલ ઉપરાંત એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જોકે ભારતે ઓલિમ્પિકમાં છેલ્લી સફરળતા 40 વર્ષ પહેલા 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં પાપ્ત કરી હતી, ત્યારે ભારતે આઠમો અને અત્યાર સુધીનો છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય પુરૂષ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહે કહ્યું કે 314 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ પણ મને હંમેશા અફસોસ રહેશે કે મારા ઘરમાં કોઇ ઓલિમ્પિક મેડલ નથી.
સરદારે કહ્યું કે ગયા વર્ષે આ ટીમને સતત મજબૂત થતા જોઇ છે, તેમજ આ વર્ષે એફઆઇએસ હોકી પ્રો લીગમાં તેઓએ જે પ્રમાણે સારૂ પ્રદર્શન કર્યું છે, તે જોતા મને ઉમ્મીદ છે કે આ ટીમ ઓલિમ્પિકમાં મેડલ જીતી શકે તેમ છે. ટોક્યોમાં તેમની પાસે મેડલ જીતવાનો એક સારો મોકો છે.
ટોક્યો 2020 ઓલિમ્પિકને કોરોના વાઇરસની મહામારીના કારણે એક વર્ષ સુધી સ્થગીત કરવામાં આવી છે. જેથી સરદારનું માનવુ છે કે આનાથી ભારતીય ટીમને તેના કમજોર પક્ષો પર કામ કરવાની તક મળશે.
સરદારે કહ્યું કે રાજકુમાર, દિલપ્રીત, વિવેક સાગર, ગુરસાહીબ જેવા યુવા ખેલાડીઓએ પોતાની પ્રતીભા બતાવી છે, તેમજ મુખ્ય કોચ ગ્રાહમ રીડ દ્વારા પ્રો લીગ જેવી મોટી મેચોમાં તેમને અજમાવવાનો નિર્ણય ઘણો સારો હતો.
તેમણે કહ્યું કે ઓલિમ્પિક સ્થગિત થયા પછી અમારી પાસે નબળી બાજુઓ પર કામ કરવાનો સારો મોકો છે. મને લાગે છે કે આપણે બે કે ત્રણ વર્ષ પહેલા જેવું પ્રદર્શન કરી રહ્યા હતા તેની તુલનામાં અત્યારે ઘણું સારૂ પ્રદર્શન કરી રહ્યા છીએ.
સરદારે ભારતીય ખેલાડીઓને સલાહ આપી કે હાલમાં કોરોના વાઇરસની સંકટને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે પોતાનું ધ્યાન ફેરવવું ન જોઇએ.