ભારતીય પુરૂષ ટીમે શુક્રવારે કલિંગા સ્ટેડિયમમાં રમવામાં આવેલા ઓલમ્પિક ક્વોલીફાયરના પ્રથમ તબક્કાંમાં શાનદાર પ્રદર્શન કરીને રશિયાને 4-2થી હરાવ્યું.
ભારત તરફથી મનદીપ સિંહે 24 અને 53 મીનિટમાં બે જ્યારે હરમનપ્રીક સિંહે 5 મીનિટમાં અને એસ.વી.સુનીલે 40 મીનિટમાં એક-એક ગોલ કર્યા.
રશિયાને હરાવતાની સાથે જ, મનદીપ સિંહના નૈતૃત્વવાળી ભારતી ટીમે 2020 ઓલમ્પિક ક્વોલીફાયર તરફ વધવાનું એક પગલું ભર્યું. ટૂર્નામેન્ટના બીજા તબક્કા માટે રશિયા અને ભારતની ટીમ ફરી એક વખત આમને-સામને આવશે.