ETV Bharat / sports

2023 વર્લ્ડ કપમાં અધૂરું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું: મનપ્રીત સિંહ - FIH પૂરુષ વર્લ્ડ કપ

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે કહ્યું કે, અમે જાણીને ઉત્સાહિત છીએ કે, ભારતે ફરી 2023માં FIH પુરૂષ વર્લ્ડ કપની મેજબાનીનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. અમે 2018માં સફળ થઇ શક્યા નહોતા.

2023 વર્લ્ડ કપમાં અધૂરું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું
author img

By

Published : Nov 10, 2019, 9:49 AM IST

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે શનિવારે કહ્યું કે, એમની ટીમ 2023 વર્લ્ડ કપમાં પોડિયમ સ્થાન પ્રાપ્ત કરીને અધૂરું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે કારણ કે, તે ઘરેલુ મેદાનમાં ગત વખતે અસફળ રહ્યા હતા.

મનપ્રીત સિંહ
મનપ્રીત સિંહ

ભારત સળંગ બીજી વખત પુરૂષ હોકી વર્લ્ડ કપની મેજબાની કરશે. ભારતે ગત વખતે 2018માં ભુવનેશ્વરમાં આયોજન કર્યું હતું. ભારત 4 પુરૂષ વર્લ્ડ કપ આયોજીત કરનાર પ્રથમ દેશ બની ગયો છે. જેમાં મુંબઈમાં 1982 અને 2010માં નવી દિલ્હીએ એની મેજબાની કરી હતી.

મનપ્રીતે કહ્યું, અમે જાણીને ઉત્સાહિત છીએ કે ભારતે ફરી 2023માં FIH પૂરુષ વર્લ્ડ કપની મેજબાની કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. અમે 2018માં સફળ ન થઇ શક્યા, જોકે અમારી પાસે 2018ના વર્લ્ડ કપમાં સેમીફાઈનલ સુધી પહોંચવાની તક હતી.

તેમણે 13થી 29 જાન્યુઆરી સુધી થનાર 2023 વર્લ્ડ કપ અંગે કહ્યું, "નેધરલેન્ડ સામે ક્વાર્ટર ફાઇનલમાં મળેલી હાર અમારા માટે ખૂબ નિરાશાજનક હતી, પરંતુ હવે જ્યારે ભારત ફરીથી વર્લ્ડ કપનુ મેજબાન કરે છે તો અમે તેને બીજી તક તરીકે જોઈએ છીંએ જેમાં અમે અધૂરા કામ પૂરા કરીશું.

ઉલ્લેખનીય છે કે, ભારતે હજી સુધી હોકી વર્લ્ડ કપના મેજબાન શહેરની જાહેરાત કરી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.