ETV Bharat / sports

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આધુનિક ઍથ્લીટ છેઃ પેલે - એલિયાંઝ સ્ટેડિયમ

બ્રાઝીલિયાઈ દિગ્ગઝ પેલેએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સીરી-એમાં મળેલી જીત માટે શુભેચ્છા પાઠવી છે અને તેમને આધુનિક ઍથ્લીટ જણાવ્યા છે.

ETV BHARAT
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આધુનિક ઍથ્લીટ છેઃ પેલે
author img

By

Published : Jul 30, 2020, 3:44 PM IST

રોમઃ બ્રાઝીલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેએ વારંવાર સીરી-એ લીગનો ખીતાબ જીતવા પર ઈટાલિયન ક્લબ યુવેન્ટ્સને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ યુવેન્ટ્સના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને આધુનિક ઍથ્લીટ જણાવ્યા છે. 35 વર્ષીય રોનાલ્ડો આ સીઝનમાં 32 મેચમાં 31 ગોલ સાથે યુવેન્ટ્સના ટૉપ સ્કોરર રહ્યા છે.

પેલેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ક્રિસ્ટિયાનો આધુનિક ઍથ્લીટ છે. આ સાથે જ હું બ્રાઝીલિયાઈ ડગલસ કોસ્ટોને પણ શુભેચ્છા પાઠવવા માંગુ છું. યુવેન્ટ્સની સીરી-એ લીગમાં ખિતાબી જીત શાનદાર છે.

ETV BHARAT
રોનાલ્ડો

રોનાલ્ડોએ સીરી-એમાં મળેલી જીતને કોરોના વાઇરસ મહામારીમાં ખરાબ રીતે પીડિત લોકોને સમર્પિત કરી છે.

યુવેન્ટ્સે પોતાનું જોરદાર અભિયાન શરૂ રાખી સેમ્પડોરિયાને 2-0થી હરાવી 9મી વખત સીરી-એ લીગ જીતી છે. રવિવારે સાંજે એલિયાંઝ સ્ટેડિયમમાં રમવામાં આવેલા આ મેચમાં યુવેન્ટ્સ માટે રોનાલ્ડોએ 52મી મિનિટ અને ફેડેરિકો બર્નાર્ડેસ્કીએ 67મી મિનિટમાં ગોલ કર્યા હતા.

રોનાલ્ડોએ ઈટલીમાં સળંગ 2 ખિતાબ જીત્યા બાદ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ઈટલીના ચેમ્પિયન, સળંગ બીજી ચેમ્પિયનશિપ જીતવાની ખુશી. આ મહાન અને શાનદાર ક્લબ સાથે ઈતિહાસ રચવાનું શરૂ છે.

રોનાલ્ડોએ તાજેતરમાં જ રમવામાં આવેલા સીરી-એ ફાઈનલમાં 1 ગોલ કરીને જીતનો જશ્ન ડબલ કર્યો હતો. ત્યારબાદ પેલે રોનાલ્ડોના રમતની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.