મેડ્રિડઃ લેગનેસ વિરૂદ્ધ રમાયેલા મેચમાં બાર્સેલોનાએ ધીમી શરૂઆત કરી હતી, પરંતુ 42મી મિનીટમાં અન્સુ ફાતીનાના ગોલની મદદથી ટીમે બધત બનાવી લીધી હતી. ત્યારબાદ મેસ્સીએ 69મીં મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો. જે આ સત્રનો તેનો 21મો ગોલ હતો. આ ગોલની સાથે જ મેસ્સીની કારર્કીદીમાં કુલ ગોલની સંખ્યા 699 પર પહોંચી ગઇ છે. જેમાથી 629 ગોલ તેણે બાર્સેલોના તરફથી રમતી વખતે કર્યા છે.
બાર્સેલોનાએ આ જીતની સાથે જ તેમના કમાન હરીફ રીઅલ મેડ્રિડ કરતા પાંચ પોઇન્ટની બધત બનાવી લીધી છે. બાર્સેલોનાના હવે 29 મેચમાંથી 64 પોઇન્ટ છે, જ્યારે રિયલ મેડ્રિડના 28 મેચ માથી 59 પોઇન્ટ છે.
રિયસ મેડ્રિડનો આગામી મેચ ગુરુવારે વેલેસિયા સામે છે. મેસ્સીએ આ પહેલા લા લિગાના અન્ય એક મેચમાં માલોર્કા વિરુદ્ધ બાર્સિલોનાની 4-0ની જીતમાં પણ ગોલ કર્યો હતો.
-
Atop the pecking order. pic.twitter.com/I2QBZC1zTG
— FC Barcelona (@FCBarcelona) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Atop the pecking order. pic.twitter.com/I2QBZC1zTG
— FC Barcelona (@FCBarcelona) June 16, 2020Atop the pecking order. pic.twitter.com/I2QBZC1zTG
— FC Barcelona (@FCBarcelona) June 16, 2020
બાર્સેલોનાએ દર્શકો વગર આ બીજો મેચ રમ્યો હતો, આ પહેલા દર્શકો વગર તેમણે 2017માં એક ઘરેલુ મેચ રમ્યો હતો. ત્યારે કેટાલોનિયામાં આંદોલન ચાલી રહ્યું હતું, તેના કારણે દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જ્યારે આ વખતે કોરોના વાઇરસની મહામારીને કારણે દર્શકો વગર મેચ રમાડવામાં આવી હતી. બાર્સેલોના પોતાનો આગળનો મેચ શુક્રવારે ત્રીજા સ્થાન પર રહેલી કાબિજ સેવિલા વિરુદ્ધ રમશે.