મુંબઇઃ પ્રતિષ્ઠિત વર્લ્ડ લીગ ફોરમ (WLF)માં સામેલ થવાની સાથે જ ઇન્ડિયન સુપર લીગ (ISL)ને એક વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. ISL, પેશેવર ફુટબૉલ લીગમાં સામેલ થનારી દક્ષિણ એશિયાની પહેલી અને એશિયાની સાતમી લીગ બની ગઇ છે. જેમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ, લા લીગા અને બુંદેસલીગા જેવી અન્ય લીગ પણ સામેલ છે.
હાલના સમયમાં WLFની પાસે પાંચ મહાદ્વીપના સદસ્ચો છે. જે દુનિયાભરમાં 1200 ક્લબનું પ્રતિનિધિત્વ કરે છે અને સાથે જ પેશેવર ફુટબૉલના વિકાસ પર વૈશ્વિક સંસ્થા-ફિફાની સાથે મળીને કામ કરે છે.
ફુટબૉલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ લિમિટેડ (FSDL)ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ‘વર્લ્ડ લીગ ફોરમમાં જગ્યા મેળવવી એ ISL માટે સમ્માનની વાત છે. WLF આ માન્યતા વૈશ્વિક મંચ ઉપર ભારતીય ફુટબૉલના કરિયર માટે સાબિતી છે જેમાં ISL ભૂમિકા છે.’
તેમણે કહ્યું કે, ‘2014માં જ્યારે અમે ISL લોન્ચ કર્યું હતું ત્યારે ભારતીય ફુટબૉલમાં ક્રાંતિ લાવવી અમારા માટે સપનું હતું. ત્યારથી દર વર્ષે આપણી ફુટબૉલની યુવા પ્રતિભાને વિશ્વ સ્તરે મંચ પ્રદાન કર્યું છે. અમે ભૌગોલિક ક્ષેત્રમાં આ રમતના વિકાસ અને ગતિ માટે WLFની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.
વર્લ્ડ લીગ ફોરમના મહાસચિવ જેરોમ પર્લેમ્યૂટરે કહ્યું કે, ‘પેશેવર ફુટબૉલ પરિવારમાં ISLનું સ્વાગત કરવું એ ખૂબ જ ખુશીભરી વાત છે. ISLએ હાલના વર્ષમાં ઘણું મેળવ્યું છે અને પોતાના વિસ્તારમાં એક પ્રમુખ લીગ બનવાના રસ્તા પર છે. વર્લ્ડ લીગ ફોરમ અને તેમની સદસ્ચ લીગ ISLની સાથે પોતાના અનુભવ શેર કરવા અને તેમના ભવિષ્ય માટે વિકાસમાં યોગદાન માટે તત્પર છે.’
આ પહેલા નીતા અંબાણીએ ઓલમ્પિકને ભારતમાં લાવવાની વાતને એક સપનું ગણાવ્યું હતું. તેમનું માનવું છે કે, એક દિવસ ભારત ઓલમ્પિકની મેજબાની જરૂર કરશે અને તે દિવસને નજીક લાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે.