નવી દિલ્હીઃ એશિયાઇ ફુટબોલ પરિસઘ (AFC)એ ભારતને 1979 પછી પ્રથમ વખત 2022 વુમન્સ એશિયા કપની યજમાની કરવાનો અધિકાર આપ્યો છે. AFC મહિલા ફુટબોલ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેબ્રુઆરીમાં એએફસી મહિલા ફુટબોલ સમિતિએ ભારતને યજમાન બનવવાની ભલામણ કરી હતી. અખીલ ભારતીય ફુટબોલ મહાસંઘ (AIFF)ને લખેલા પત્રમાં AFCની મહાસચિવ દાતો વિંડસર જોને લખ્યું કે સમિતિએ AFC વુમન્સ એશિયા કપ 2022ની યજમાનીનો અધિકાર અખીલ ભારતીય ફુટબોલ મહાસંઘને સોંપ્યો છે.
આ પ્રસંગે AIFFના પ્રમુખ પ્રફુલ પટેલે કહ્યું કે, મારે એશિયન ફટબોલ પરિસંઘનો આભાર માનવો જોઇએ કે જેઓએ અમને 2022માં વુમન્સ એશિયા કપની યજમાની માટે યોગ્ય ગણાવ્યા.
તેમણે કહ્યું, "ટૂર્નામેન્ટમાં મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે, જે અગાઉના તબક્કાથી આઠ ટીમો લંબાવાઈ છે. ભારત યજમાન તરીકે સીધુ ક્વોલિફાય કરશે. આ ટૂર્નામેન્ટ 2023 ફિફા મહિલા વિશ્વ કપ માટેની અંતિમ ક્વોલીફાઇ માટેની ટૂર્નામેન્ટ તરીકે પણ કામ કરશે.
AIFFએ આ અગાઉ 2017 માં ફીફા અન્ડર -17 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. આ સિવાય તેણે 2016 માં એએફસી અન્ડર- 16 ચેમ્પિયનશીપની પણ યજમાની કરી હતી.
AIFFના જનરલ સેક્રેટરી કુશાલ દાસે કહ્યું, "આ ટુર્નામેન્ટ ભારતમાં મહિલા ફુટબોલને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મહિલા એશિયા કપ 2022 પહેલા, ફીફા અન્ડર -17 મહિલા વર્લ્ડ 2020 નું આયોજન પણ કરશે.