કોલકાતા: છેલ્લા એક મહિનાથી છાતીના દુઃખાવાથી ઝઝુમી રહેલા ભારતના મહાન ફુટબોલર પી.કે. બેનર્જીની હાલત ગંભીર છે, હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. આ સમગ્ર સ્થિતિ અંગે પરિવારના એક સભ્યએ જણાવતા કહ્યું કે, બેનર્જીને સોમવારે સાંજે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે અને ડૉક્ટરે એન્ટિબાયોટિક દવાઓ આપી છે. હાલમાં તેમની સ્થિતિ નાજૂક છે.
83 વર્ષીય પૂર્વ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન બેનર્જીને 6 ફેબ્રુઆરીના રોજ બીજી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. ડોક્ટર્સેની એક પેનલ એશિયાઇ ખેલ-1962ના ગોલ્ડ મેડલ વિજેતા ટીમના સભ્યની સારસંભાળ લઇ રહી છે. વિશેષક્ષોની આ પેનલમાં ન્યુરોસર્જન પણ સામેલ છે.
પી.કે. બેનર્જીએ ભારત તરફથી રમતા 84 મેચમાં 65 ગોલ ફટકાર્યા હતા. ફીફા ઓર્ડર ઓફ મેરિટ (2004)થી સન્માનિત ભૂતપૂર્વ ફુટબોલરને અર્જુન અને પદ્મશ્રી વિજેતા પુરસ્કાર પણ મળી ચૂક્યા છે. બેનર્જીએ 1960માં રોમ ઓલિમ્પિકમાં ભારતીય ફુટબોલ ટીમની કમાન સંભાળતા 1-1થી મેચે ડ્રો કરી હતી. આ પહેલા 1956 મેલબર્ન ઓલિમ્પિકમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને ક્વાર્ટર ફાઇનલમાં યજમાન ટીમ વિરૂદ્ધ 4-2ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.