નિકારાગુઆના કેપ્ટન જુઆન બારેરાએ કહ્યું હતુ કે, મેસ્સીને અપાયેલા એવોર્ડની તપાસ કરવામાં આવે કારણ કે તેઓએ મેસ્સીને વોટ આપ્યો નથી.
નિકારાગુઆના કેપ્ટન જુઆન બારેરાની આ વાતને ગંભીરતાથી લેતા FIFAએ આ બાબતની તપાસ કરી હતી. જેના બાદ ફીફાએ એક નિવેદન જાહેર કર્યું કે, 'અમે નિકારાગુઆ દ્વારા દાખલ કરાયેલ કાગળને જોયા. ત્યારે અમે જોયું કે તેમાં બધા જ સંઘના અઘિકારીઓના હસ્તાક્ષર છે'
ઉચ્ચ સંસ્થાએ કહ્યું કે, "અમે ફેડરેશન દ્વારા ફાઇલ કરેલી વોટશીટની તુલના કરી હતી જે અમે અમારી વેબસાઇટ પર જાહેર કરી હતી. તે પછી અમે કહી શકીએ છીએ કે, અમારી પાસે ખેલાડી દ્વારા હસ્તાક્ષર કરાયેલ વોટ છે. અમે આ મુદ્દે નિકારાગુઆ ફૂટબોલ ફેડરેશનને તપાસ કરવાનું કહ્યું છે "