મેડ્રિડ : સ્પેનના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રમત માટે ટ્રેનિંગ સેશન શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ સ્પેનિશ લીગ લા-લીગાના ફુટબોલ ક્લબ આ અઠવાડિયે ટ્રેનિંગ સેશન પર પરત ફરશે.

સ્પેનમાં લા લીગા સેંટેંડર અને લા લીગા સ્માર્ટ બેંક પહેલા અને બીજા ડિવીઝનના ફુટબોલ ખેલાડી ક્લબ સ્ટાફ દ્વારા આરોગ્યની તપાસ થયા બાદ ટ્રેનિંગ સેશનની શરૂઆત કરશે.
સરકાર દ્વારા માર્ચ મહિનાથી લોકડાઉનની જાહેરાત કર્યા બાદ સ્પેનમાં સોમવારના રોજ ટ્રેનિંગ સેશનની પરવાનગી આપવામાં આવી હતી. મહત્વનું છે કે કોરોના વાઇરસની મહામારીના કારણે 12 માર્ચથી જ સ્પેનમાં ફુટબોલ મેચમાં બાધા આવી છે.