ધર્મશાલા : ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાએ વિશ્વ કપ 2023 માં ધમાકેદાર શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકા ટીમે નવી દિલ્હીના કોટલા ખાતે શ્રીલંકા સામે અને લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે એમ કુલ બે સતત જીત નોંધાવી છે.
-
Will South Africa secure their third consecutive victory or will the Netherlands spring a surprise? 🤔#CWC23 | #SAvNED pic.twitter.com/Yr8ka1yjAJ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Will South Africa secure their third consecutive victory or will the Netherlands spring a surprise? 🤔#CWC23 | #SAvNED pic.twitter.com/Yr8ka1yjAJ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023Will South Africa secure their third consecutive victory or will the Netherlands spring a surprise? 🤔#CWC23 | #SAvNED pic.twitter.com/Yr8ka1yjAJ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023
17 ઓક્ટોબર મંગળવારના રોજ દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ્સ સામે ટકરાશે ત્યારે તેમની નજર સતત ત્રીજી જીત રહેશે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બે મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરી ફફડાટ ફેલાવી દીધો છે. જ્યારે વર્લ્ડ કપમાં હજુ જેણે ખાતું પણ નથી ખોલ્યું એવી નેધરલેન્ડ ટીમ સામે દક્ષિણ આફ્રિકા ફેવરિટ છે.
શ્રીલંકા સામેની તેમની શરૂઆતની રમતમાં ક્વિન્ટન ડી કોક, રાસી વાન ડેર ડુસેન અને એઇડન માર્કરમે ધમાકેદાર સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાના સ્કોરને 428/5 પર પહોંચાડ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 102 રનથી જીત નોંધાવી હતી. તેઓએ લખનઉમાં પેટ કુમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયા ટીમને 134 રનથી હરાવી તેમના જીતના માર્જિનને વધાર્યો હતો. તે ફરી એક વાર ક્વિન્ટન ડી કોકે સતત બીજી સદી ફટકારીને વિલો સાથે ઓસ્ટ્રેલિયા ટીમને હંફાવી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના બોલરોએ પાયમાલી મચાવી દીધી હતી જેના દબાણ હેઠળ ઓસ્ટ્રેલિયા ટીમ ભાંગી પડી હતી.