ETV Bharat / sports

Women Premier League 2023 : અમદાવાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાની બે પૂર્વ ખેલાડીઓને મળી જગ્યા, તુષાર અરોઠેને સોંપાઈ મોટી જવાબદારી - WPL ટીમ અમદાવાદ

મહિલા પ્રીમિયર લીગની ટીમમાં (Women Premier League 2023) અમદાવાદે પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રશેલ હેન્સને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય પૂર્વ ભારતીય ખેલાડી તુષાર અરોઠેને બેટિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમે કોચિંગ સ્ટાફમાં વધુ પૂર્વ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.

Women Premier League 2023 : અમદાવાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાની બે પૂર્વ ખેલાડીઓને મળી જગ્યા, તુષાર અરોઠેને સોંપાઈ મોટી જવાબદારી

author img

By

Published : Feb 4, 2023, 7:17 PM IST

અમદાવાદ : WPL અમદાવાદ ટીમઃ વિમેન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ સિઝનની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. અદાણી ગ્રુપની અમદાવાદની ટીમે તેના કોચિંગ સ્ટાફની જાહેરાત કરી છે. અમદાવાદની ટીમે તાજેતરમાં પૂર્વ ભારતીય ખેલાડી મિતાલી રાજની મેન્ટર તરીકે નિમણૂક કરી હતી. હવે ટીમે બેટિંગ અને બોલિંગ કોચની પણ જાહેરાત કરી દીધી છે. અમદાવાદે પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રશેલ હેન્સને મુખ્ય કોચ અને પૂર્વ ભારતીય ખેલાડી તુષાર અરોઠેને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે ટીમે કોચિંગ સ્ટાફમાં વધુ પૂર્વ ખેલાડીઓને સ્થાન આપ્યું છે.

આ પણ વાંચો : Junagadh Spinner Mahesh Pithia : ખેડૂતના પુત્રએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનો નિકાળ્યો દમ, જાણો તેની કહાની

ખેલાડી તુષાર અરોઠેને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા : WPL ટીમ અમદાવાદે બેટિંગ કોચની મોટી જવાબદારી તુષાર અરોઠેને સોંપી છે. તુષાર અરોઠેએ સ્થાનિક ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે તુષાર અરોઠે પણ કોચિંગનો સારો અનુભવ ધરાવે છે. આ સિવાય ટીમે નુશીન અલ ખાદીરને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ખદીર મહિલા અંડર-19 ભારતીય ટીમની બોલિંગ કોચ છે. ભારતીય ટીમ માટે 100 ODI વિકેટ લેવાનો રેકોર્ડ પણ ખદિરના નામે છે. અમદાવાદની ટીમે વુમન્સ પ્રીમિયર લીગ માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : IND vs AUS Irfan Pathan : પૂર્વ ભારતીય ક્રિકેટરે ઓસ્ટ્રેલિયાને આપી ચેતવણી, આ બોલર બનશે મોટો ખતરો

ખેલાડી રેસલ હેન્સનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું રહ્યું છે પ્રદર્શન : ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી રેસલ હેન્સનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન રહ્યું છે. રેસલે 77 મહિલા વનડેમાં 2,585 રન બનાવ્યા છે. આ દરમિયાન રેસલે 19 ફિફ્ટી અને 2 સેન્ચુરી ફટકારી છે. આ સાથે રેસલ 6 ટેસ્ટ મેચ પણ રમી છે. તેણે 84 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 850 રન બનાવ્યા છે. તુષાર અરોઠે ઘરેલુ મેચોમાં લગભગ 250 વિકેટ લીધી છે. આ સાથે તુષાર ભારતીય મહિલા ટીમનો કોચ પણ રહી ચૂક્યો છે. ખદીરના કોચિંગ હેઠળ ભારતની અંડર-19 મહિલા ટીમે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. તેના પરથી જાણવા મળે છે કે અમદાવાદે તેના કોચિંગ સ્ટાફમાં ટોચના કોચનો સમાવેશ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.