ઋષિકેશઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને સ્ટાર બલ્લેબાજ વિરાટ કોહલી તેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે ઋષિકેશના દયાનંદ આશ્રમમાં રોકાયાં છે. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન આ જોડીએ સંતોના આશીર્વાદ પણ લીધાં હતાં. સંતોને ભોજન કરાવવા બાદ આ પરિવારે મા ગંગાના દર્શન પણ કર્યાં. જોકે આ તમામ દરમિયાન પરિવારે મીડિયા સાથે અંતર જાળવી રાખ્યું હતું.
ભંડારો કરી સંતોને ભોજન પીરસ્યું : આપને જણાવીએ કે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે ઋષિકેશના શીશમ ઝાડી સ્થિત દયાનંદ આશ્રમમમાં આજે સવારે 7 વાગ્યાથી લઇને 9 વાગ્યા સુધી યોગ સાધના કરી હતી. તે બાદ 12 વાગ્યે ધાર્મિક અનુષ્ઠાન કરવા સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતોએ ભંડારામાં ભોજન ગ્રહણ કર્યું હતું. વિરાટ અનુ અનુષ્કારએ એક એક કરીને ભંડારામાં આવેલા સંતોના આશીર્વાદ લીધાં હતાં. તો આ બાજુ વિરાટ કોહલીની એખ ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો એકટકે નજર રાખીને બેઠેલાં જોવા મળ્યાં હતાં.આ દરમિયાન કેટલાય લોકોએ વિરાટની તસવીર પોતાના કેમેરામાં કેદ કરવાની કોશિશ પણ કરતાં રહ્યાં હતાં.
મહાનુભાવ પણ મળવા આવ્યાં : તો ઋષિકેશની જાણીતા લોકો પણ તેમને મળવા આવતાં દેખાયાં હતાં. એક અંગત કાર્યક્રમમાં દયાનંદ આશ્રમ પહોંચેલા ડીજીપી અશોકકુમાર અને તેમની દીકરી કુહૂ ગર્ગે પણ વિરાટ અને અનુષ્કા સાથે મુલાકાત કરી હતી. ડીજીપી અશોકકુમારે અન્ય પણ ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાંજ સ્વામી રામ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચાન્સલર વિજય ઘસ્માનાએ પણ વિરાટ અને અનુષ્કાને મળ્યાં હતાં અને ધાર્મિક પુસ્તક ભેટમાં આપ્યું હતું.
પીએમ મોદીની મુલાકાત : આપને જણાવીએ કે દયાનંદ સરસ્વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ રહ્યાં છે. 11 સપ્ટેમ્બર 2015ના દિવસે વડાપ્રધાન મોદી તેમના આધ્યાત્મિક ગુરુ દયાનંદ સરસ્વતી સાથે મુલાકાત માટે આવ્યાં હતાં. આ પછી આ આશ્રમ વધુ વિખ્યાત થઇ ગયો હતો. પીએમે લીધેલી આશ્રમની મુલાકાત બાદથી જ અહીં કેટલાય દિગ્ગજો આધ્યાત્મિક શાંતિ માટેના પ્રયાસ કરવાં કેટલાક દિવસ આશ્રમમાં રહેવા માટે આવતાં રહે છે.
આ પણ વાંચો Kohli-Anushka Sharma: ભક્તિમય વિરાટ-અનુષ્કા, ઋષિકેશમાં PM મોદીના ગુરુના આશ્રમની મુલાકાત લીધી
કાતિલ ફોર્મમાં છે કિંગ કોહલી : વિરાટ કોહલી આજકાલ જબરદસ્ત ફોર્મમાં છે. કિંગ કોહલીએ ચાર વનડેમાં ત્રણ સદી ફટકારી વિશ્વ ક્રિકેટમાં ફરી તહેલકો મચાવી દીધો છે. તેમની કાતિલ બલ્લેબાજીથી બોલરો ફરી થરથર કાંપી રહ્યાં છે. હવે વિરાટે પોતાની બેટિંગની કલાને વધુ આક્રમક બનાવી દીધી છે.
સચીનથી ફક્ત ત્રણ સદી દૂર : વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ સચીન તેડુલકરના નામે છે. 463 મેચ રમવાવાળા સચીનના બેટમાંથી 49 સદી થઇ ચૂકી છે. ત્યારે વિરાટ આ રેકોર્ડથી ફક્ત 3 સદી દૂર છે. ચાર સદી ફટકારવાની સાથે વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 50 સદી ફટકારનાર દુનિયાના પહેલા બેટસમેન બની જશે.