જોહાન્સબર્ગ: ભારતીય સ્પિનર (Indian spinner) રવિચંદ્રન અશ્વિનએ (Indian spinner Ravichandran Ashwin) 2018 અને 2020ની વચ્ચે ઘણી વખત નિવૃત્તિ લેવાનું વિચાર્યું છે, કારણ કે તેને થયેલી ઈજાઓને કારણે એવો આભાસ થતો હતો કે ફરીથી તેઓ હવે ક્યારેય મેદાનમાં કમબેક નહી કરી શકે. તેના લીધે લોકોનું સમર્થન પણ નહોતું મળતું. વર્તમાન સમયની વાત કરીએ તો, રવિચંદ્રન અશ્વિન હાલમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી (Test match 2021) માટે દક્ષિણ આફ્રિકાના (South Africa) પ્રવાસે ગયાં છે. અશ્વિન વિગતવાર જણાવે છે કે, 2017 અને 2019ની વચ્ચે તેને ગંભીર ઈજા થઇ હતી તેના કારણે તે ચાલી શકવાની હાલતમાં ન હતો આ અધોગતિના પગલે તેણે નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું.
સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ લોકો સમક્ષ પોતાની વેદના ઠાલવી
આ વિશે સ્પિનરનું કહેવું છે કે, જ્યારે તે એ તબક્કામાંથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન લોકો તેમના પ્રત્યે પૂરતા સંવેદનશીલ ના હતા, ત્યારબાદ અશ્વિને તેનો ઇરાદો અને તેના મનોબળને વધુ મક્કમ અને મજબૂત કરવાનું નક્કી કર્યું હતું. વિસ્તૃત રીતે તેની એ પરિસ્થિતિ અંગે વાત કરતાં જણાવે છે કે, મને તમે કંઈપણ કહી શકો છો અથવા તમે મને બહાર ફેંકી શકો છો, પરંતુ તમે મારા ઈરાદા કે મારા સંઘર્ષ પર શંકા ના કરો આનાથી મને ઘણું દુ:ખ પહોંચે છે. મને એવું લાગ્યું કે લોકો મારી ઇજાઓ પ્રત્યે સંવેદનશીલ નથી દાખવી. તે પોતાની વેદના ઠાલવતા કહે છે કે, મેં ઘણીવાર આવી પ્રકારની પરિસ્થિતિમાં લોકોને સમર્થન આપતા જોયા છે, મને જ કેમ નહીં? મેં ટીમ માટે ઘણી બધી મેચો જીતી છે અને કોઈ મને જ કેમ સપોર્ટ કરી શકતું નથી."
અશ્વિનએ જણાવ્યું આકરી પરિસ્થતિમાં મારા હોંસલાને પરિવારે ઉડાન ભરી
અશ્વિનએ કહ્યું કે તેને ઘણીવાર તેની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. આવા સમયે તેમની પત્ની અને પિતા જ તેમની હિંમત બન્યાં છે, જેણે હંમેશા આશા હતી કે હું જરૂર પરત ફરીશ.
આ પણ વાંચો:
India vs South Africa: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા રોહિત શર્મા ઘાયલ