ETV Bharat / sports

IND vs AUS ODI Series: ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની જાહેરાત, અશ્વિનની ટીમમાં વાપસી - ભારત અને ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ પ્રથમ 2 વનડે માટે પસંદ કરાયેલી ટીમમાંથી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીને આરામ આપ્યો છે, જ્યારે તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને ત્રીજી વનડેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ત્રણ ખેલાડીઓ પ્રથમ 2 ODI માં ટીમનો ભાગ છે.

Etv BharatIND vs AUS ODI Series
Etv BharatIND vs AUS ODI Series
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 10:34 AM IST

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વનડે સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. પસંદગીકારોએ પ્રથમ 2 મેચ માટે અલગ ટીમ અને ત્રીજી મેચ માટે અલગ ટીમની જાહેરાત કરી છે. આ સીરીઝ ICC ODI વર્લ્ડ કપ 2023 પહેલા મહત્વની બનવા જઈ રહી છે, જે 5 ઓક્ટોબરથી ભારત દ્વારા આયોજિત કરવામાં આવશે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા પાસે આ 3 મેચ છે.

  • Squad for the 1st two ODIs:

    KL Rahul (C & WK), Ravindra Jadeja (Vice-captain), Ruturaj Gaikwad, Shubman Gill, Shreyas Iyer, Suryakumar Yadav, Tilak Varma, Ishan Kishan (wicketkeeper), Shardul Thakur, Washington Sundar, R Ashwin, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Prasidh…

    — BCCI (@BCCI) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KL રાહુલ પ્રથમ 2 મેચ માટે કેપ્ટનઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને સિનિયર ખેલાડી વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ રુતુરાજ ગાયકવાડ અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં તક મળી છે. કેએલ રાહુલ પ્રથમ 2 વનડે મેચ માટે ભારતીય ટીમનું સુકાન સંભાળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા ઉપ-કેપ્ટન હશે.

  • Squad for the 3rd & final ODI:

    Rohit Sharma (C), Hardik Pandya, (Vice-captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, KL Rahul (wicketkeeper), Ishan Kishan (wicketkeeper), Ravindra Jadeja, Shardul Thakur, Axar Patel*, Washington Sundar, Kuldeep Yadav, R…

અશ્વિન અને સુંદરને મળ્યું સ્થાનઃ એશિયા કપ સિવાય આ ટીમમાં કેટલાક મોટા ફેરફારો થયા છે અને તે ફેરફારોમાં સૌથી મોટો ફેરફાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેને એશિયા કપ 2023માંથી બહાર રાખવામાં આવ્યો હતો. તે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના પ્લાનમાંથી પણ બહાર હતો, પરંતુ અચાનક તેને પણ ટીમમાં તક આપવામાં આવી છે. તેના સિવાય એશિયા કપ 2023ની ફાઈનલ માટે ટીમમાં સામેલ વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

તિલક અને કૃષ્ણાને પડતા મુકાયાઃ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં વાપસી કરશે. જ્યારે પ્રથમ 2 મેચમાં રમનાર તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાંથી બહાર કરવામાં આવશે. આ સાથે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ત્રીજી મેચમાં વાપસી કરશે. તેને પ્રથમ બે વનડે મેચ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પરંતુ તેની વાપસી તેના મેચ ફિટનેસ રિપોર્ટના આધારે થશે.

પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર , આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

ત્રીજી વનડે માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ*, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચોઃ

  1. India vs Australia Match : રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીનો ખેલ, SCAએ તૈયારી શરૂ કરી
  2. Mohammed Siraj: દિલદાર સિરાજ, પ્લેયર ઓફ ધ મેચ ઈનામી રકમ આ લોકોને સમર્પિત કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.