નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે પોતાના નવા પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે, વિરાટ કોહલી 2016માં ODI કેપ્ટનશિપ માટે બેતાબ હતો અને ત્યારબાદ કોચ રવિ શાસ્ત્રીએ તેને એમએસ ધોનીના વિવેકનું સન્માન કરવા અને પોતાનો વારો આવે ત્યા સુધી રાહ જોવાનું કહ્યું.
આ પણ વાંચો: Odisha Woman Cricketer Found Dead: મહિલા ક્રિકેટરની લાશ ઝાડ પર લટકતી મળી, કોચ પર હત્યાનો આરોપ
પીઢ પત્રકાર આર કૌશિક સાથે સહ-લેખિત તેમના પુસ્તક 'કોચિંગ બિયોન્ડ: માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ'માં, શ્રીધર ભારતીય ટીમ સાથેના તેમના અનુભવો વર્ણવે છે. શ્રીધરે પુસ્તકમાં લખ્યું છે કે, જ્યાં સુધી કોચિંગ ગ્રૂપની વાત છે, એવું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું જેમાં તમે દરેક ખેલાડીની આંખોમાં જોઈને સત્ય કહી શકો, પછી ભલે તે ગમે તેટલું કડવું હોય. આમાં તેણે કોહલીના શરૂઆતના દિવસોની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યારે કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો પરંતુ હજુ પણ મર્યાદિત ઓવરમાં કેપ્ટનશિપની રાહ જોઈ રહ્યો હતો. તેણે લખ્યું, 2016માં એક એવો સમય હતો જ્યારે વિરાટ લિમિટેડ ઓવરની કેપ્ટન્સી માટે પણ બેચેન હતો. તેણે એવી વાતો કહી કે એવું લાગી રહ્યું હતું કે તે કેપ્ટનશિપ માટે બેચેન છે.
આ પણ વાંચો: Ranji Trophy: ટેસ્ટ ક્રિકેટ માટે જાડેજા તૈયાર, બોર્ડે આપી લીલીઝંડી
તેણે આગળ લખ્યું, એક સાંજે રવિએ તેને ફોન કર્યો અને કહ્યું, જુઓ વિરાટ, એમએસએ તને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ આપી છે. તમારે તેનો આદર કરવો જોઈએ. તે તમને મર્યાદિત ઓવરોની કેપ્ટનશિપ પણ આપશે પરંતુ જ્યારે યોગ્ય સમય હશે. જો તમે અત્યારે તેનું સન્માન નહીં કરો તો કાલે જ્યારે તમે કેપ્ટન બનશો ત્યારે તમારી ટીમ તમારું સન્માન નહીં કરે.શ્રીધરે કહ્યું, વિરાટે તે સલાહ સ્વીકારી અને પછી એક વર્ષની અંદર તે મર્યાદિત ઓવરનો કેપ્ટન પણ બની ગયો. શાસ્ત્રીને ઉત્તમ સંવાદકાર ગણાવતા તેમણે કહ્યું કે તેઓ સીધી વાત કરતા હતા અને અચકાતા નથી. તેણે એમ પણ કહ્યું કે ટીમમાંથી બહાર કરાયેલા ખેલાડીને જાણ કરવાનું કામ ભૂતપૂર્વ કોચે કરવાનું હતું. આ પુસ્તક રૂપા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.