હોવેઃ ભારતના ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ લિસ્ટ Aમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 174 રન બનાવ્યા અને 48 કલાકની અંદર તેની બીજી સદી ફટકારી. જેના કારણે સસેક્સે રોયલ લંડન વન-ડે કપમાં સરે સામે છ વિકેટે 378 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સરે માત્ર 162 રન બનાવી શકી. સસેક્સે 216 રનથી મેચ જીતી લીધી. શુક્રવારે પૂજારાએ વોરવિકશાયર સામે 79 બોલમાં 107 રન બનાવ્યા હતા. પરંતુ તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ આખરે પ્રોફાઈલ ફોટો બદલીને ધોની પણ જોડાયો તિરંગા અભિયાનમાં
-
SHARKS WIN BY 216 RUNS! 🔥 #SharkAttack pic.twitter.com/t2wsBJkZOX
— Sussex Cricket (@SussexCCC) August 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">SHARKS WIN BY 216 RUNS! 🔥 #SharkAttack pic.twitter.com/t2wsBJkZOX
— Sussex Cricket (@SussexCCC) August 14, 2022SHARKS WIN BY 216 RUNS! 🔥 #SharkAttack pic.twitter.com/t2wsBJkZOX
— Sussex Cricket (@SussexCCC) August 14, 2022
કાઉન્ટી મેદાન પર છવાયોઃ રવિવારે હોવના નાના કાઉન્ટી મેદાન પર પ્રથમ બેટિંગ કરતા સસેક્સે ચાર ઓવરમાં નવ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટોમ ક્લાર્ક (104 બોલમાં 106 રન) અને પૂજારાએ ત્રીજી વિકેટ માટે 205 રન જોડીને ઇનિંગ્સને સંભાળી હતી. લિસ્ટ A ક્રિકેટમાં લગભગ 55 ની એવરેજ ધરાવતા પૂજારાએ 50-ઓવરના ફોર્મેટમાં તેની 13મી સદી પૂરી કરી, તેણે 131 બોલમાં 20 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
સૌથી શ્રેષ્ઠ બોલરઃ ચેતેશ્વવર પૂજારા 48મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે ઝડપી બોલર મેટ ડન, કોનોર મેકક્રીરી અને રેયાન પટેલ ઉપરાંત સ્પિનરો અમર વિરદી અને યુસેફ મજીદ પર પણ સિક્સર ફટકારી હતી. લેસ્ટરના ગ્રેસ રોડ ગ્રાઉન્ડ પર લેફ્ટ સ્પિનર કૃણાલ પંડ્યા વોરવિકશાયરનો સૌથી સફળ બોલર હતો. અન્ય લિસ્ટ A મેચમાં તેણે લેસ્ટરશાયર સામે 69 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. લેસ્ટરે 50 ઓવરમાં આઠ વિકેટે 338 રન બનાવ્યા હતા. પંડ્યાએ લુઈસ કિમ્બર (78), દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વિયાન મુલ્ડર (68) અને એરોન લિલી (33)ને આઉટ કર્યા હતા.
આ પણ વાંચોઃ દિલ્હી સરકાર તરફથી મદદ ન મળતા બ્રોન્ઝ મેડાલિસ્ટ દિવ્યાએ યુપીનું કર્યું પ્રતિનિધિત્વ
13 વિકેટઃ ભારતના અનુભવી ટેસ્ટ ફાસ્ટ બોલર ઉમેશ યાદવે મિડલસેક્સ માટે શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 58 રન આપીને બે વિકેટ લીધી હતી. તેણે સમરસેટના ઓપનર એન્ડ્રુ ઉમેદ (10) અને કેપ્ટન જેમ્સ રયુ (114)ને પેવેલિયનમાં મોકલ્યા હતા. ઉમેશે અત્યાર સુધી ચાર મેચમાં 13 વિકેટ ઝડપી છે. સમરસેટે 50 ઓવરમાં છ વિકેટે 335 રન બનાવ્યા હતા. કેન્ટ તરફથી રમતા ભારતીય ઝડપી બોલર નવદીપ સૈનીને કોઈ વિકેટ મળી ન હતી. નોર્થમ્પટનશાયરની ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન સૈનીએ 43 રન ખર્ચ્યા પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી.