ETV Bharat / sports

વિરાટ કોહલીને લઈને ચાહકો સોશિયલ મીડિયા પર આપી રહ્યા છે પ્રતિક્રિયા

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટ્વિટર પર (Irfan Pathan On Kohli) લખ્યું, "હાલના ફોર્મને ધ્યાનમાં લીધા વિના કોહલીનું ન રમવું (Second Test Against South Africa) એ માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પરંતુ એક આક્રમક કેપ્ટન તરીકે પણ દક્ષિણ આફ્રિકા માટે ખૂબ મોટું પ્રોત્સાહન છે."

Second Test Against South Africa
Second Test Against South Africa
author img

By

Published : Jan 4, 2022, 1:29 PM IST

નવી દિલ્હી: ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી (Second Test Against South Africa) બહાર થઈ ગયો હતો, ત્યારબાદ કે.એલ.રાહુલે ટીમની કમાન સંભાળી હતી. રાહુલની કેપ્ટન તરીકે નિમણૂક કરવાના નિર્ણયને સોશિયલ મીડિયા પર ક્રિકેટરો અને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ (Netizens React to Kohlis Absence) મળ્યો હતો, જેમાં કેટલાકે નિર્ણાયક ટેસ્ટમાં કોહલીની ગેરહાજરી અંગે શોક વ્યક્ત કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેના સાહસિક નિર્ણય માટે ભારતીય મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી.

કેપટાઉનમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં તેની 100મી ટેસ્ટ રમતા જોવા મળી શકે છે

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે (Former fast bowler Irfan Pathan) ટ્વિટર પર લખ્યું, "હાલના ફોર્મને ધ્યાનમાં લીધા વિના, કોહલીનું ન રમવું એ માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પરંતુ એક આક્રમક કેપ્ટન તરીકે પણ દક્ષિણ આફ્રિકા માટે ખૂબ પ્રોત્સાહન છે." કોહલી જે લાંબા સમયથી મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. ત્યારે તે કેપટાઉનમાં શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં તેની 100મી ટેસ્ટ રમતા જોવા મળી શકે છે.

એક ચાહકે ટ્વીટ કર્યું કે BCCIએ વિરાટ વિશે પૂછપરછ કરી

ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટ્વિટર પર લખ્યું, "ઇજાએ કેપ્ટન કોહલીને બીજી ટેસ્ટમાંથી બહાર કરી દીધો. કિંગ કોહલીના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા. આશા છે કે તમે ત્રીજી ટેસ્ટમાં રમશો." તો એક ચાહકે ટ્વીટ કર્યું કે, "વિરાટ કોહલી દુખી છે. BCCIએ તેના વિશે પૂછપરછ કરી છે."

વિરાટની સરખામણી ફૂટબોલર મેસુત ઓઝિલ સાથે કરી

જર્મન આર્સેનલમાંથી બહાર થયા બાદ અન્ય એક ચાહકે વિરાટની સરખામણી ફૂટબોલર મેસુત ઓઝિલ સાથે કરી હતી.

આશા છે કે વિરાટ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે: કે.એલ.રાહુલ

ટોસ જીત્યા બાદ રાહુલે (K L Rahul ON Kohli) કહ્યું કે, કોહલી ઈજાના કારણે બહાર છે અને તેના સ્થાને હનુમા વિહારીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. "ફિઝિયો દ્વારા વિરાટની ઈજા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને આશા છે કે તે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે. આપણા દેશની કેપ્ટનશીપ કરવાનું દરેક ભારતીય ખેલાડીનું સપનું છે. ખરેખર સન્માનિત અને આ પડકારની રાહ જોઈ રહ્યો છું."

આ પણ વાંચો: IND vs SA Test: ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરવા મેદાનમાં ઉતરી હતી

આ પણ વાંચો: Bharat Biotech Nasal Vaccine: બૂસ્ટર ડોઝ તરીકે ભારત બાયોટેકની નેઝલ વેક્સિન આપવા અંગે આજે લેવાઈ શકે છે નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.