ETV Bharat / sports

Nathan Lyon Records : નાથન લિયોન આજે બનાવશે નવો રેકોર્ડ, સળંગ 100 ટેસ્ટ મેચ રમનાર પ્રથમ બોલર બનશે

ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર નાથન લિયોન આજે બીજી ટેસ્ટ મેચ રમતાની સાથે જ નવો રેકોર્ડ બનાવશે. તે વિશ્વનો છઠ્ઠો ખેલાડી બનશે અને ઓસ્ટ્રેલિયા માટે સતત 100 ટેસ્ટ મેચ રમનાર પ્રથમ બોલર બનશે.

Etv BharatNathan Lyon Records
Etv BharatNathan Lyon Records
author img

By

Published : Jun 28, 2023, 12:34 PM IST

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન સ્પિન બોલર નાથન લિયોન લંડનના લોર્ડ્સના મેદાન પર રમાનારી એશિઝ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. આ ટેસ્ટ મેચમાં પ્રવેશતાની સાથે જ તે ઓસ્ટ્રેલિયા માટે સતત 100 ટેસ્ટ મેચ રમનાર બોલર બની જશે. 2013થી અત્યાર સુધીમાં 35 વર્ષીય નાથન લિયોને સતત 99 ટેસ્ટ મેચ રમી છે. નાથન લિયોન પહેલા તમામ બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી છે.

  • Most consecutive Tests for a team:

    159 — Alastair Cook (ENG)
    153 — Allan Border (AUS)
    107 — Mark Waugh (AUS)
    106 — Sunil Gavaskar (IND)
    101 — Brendon McCullum (NZ)
    99 — Nathan Lyon (AUS)#Ashes https://t.co/5j3jTJ8mme

    — Fox Cricket (@FoxCricket) June 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સિદ્ધિ મેળવનારા અન્ય ક્રિકેટરો: નાથન લિયોન પહેલા આ સિદ્ધિ સતત 5 ક્રિકેટરોના નામે છે. એક સાથે 100 કે તેથી વધુ ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાં તમામ બેટ્સમેનનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ મેળવનારા અન્ય ક્રિકેટરોમાં એલિસ્ટર કૂક (159 મેચ), એલન બોર્ડર (153 મેચ), માર્ક વો (107 મેચ), સુનીલ ગાવસ્કર (106 મેચ), બ્રેન્ડન મેક્કુલમ (101 મેચ)નો સમાવેશ થાય છે.

  • Nathan Lyon will become the first bowler to play 100 consecutive Test matches today.

    A historic moment in Test cricket. pic.twitter.com/iXX4oqpH8P

    — Johns. (@CricCrazyJohns) June 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

500 વિકેટની સિદ્ધિ મેળવવાથી માત્ર 5 વિકેટ દૂર: આ સિદ્ધિ મેળવતા પહેલા નાથન લિયોને કહ્યું કે, મને ગર્વ છે. સતત 100 ટેસ્ટ મેચ રમવી એ એક મોટો રેકોર્ડ છે. અમારું ઘણું ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર રહ્યું છે. આ દરમિયાન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનમાં છવાયેલો રહ્યો. તેને લાગે છે કે તેનો પરિવાર આ માટે પ્રશંસાને પાત્ર છે, જેમનું સમર્થન સતત મળી રહ્યું છે. નાથન લિયોને કહ્યું કે, તે 500 વિકેટની સિદ્ધિ મેળવવાથી માત્ર 5 વિકેટ દૂર છે અને લોર્ડ્સ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરવાનો પ્રયાસ કરશે.

4 વખત 10થી વધુ વિકેટ: તમને જણાવી દઈએ કે, નાથન લિયોને અત્યાર સુધી કુલ 121 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 495 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 23 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે તેણે આખી ટેસ્ટ મેચમાં 4 વખત 10થી વધુ વિકેટ લીધી છે.

આ પણ વાંચો:

  1. ICC World Cup 2023 : આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023નું ટાઈમ ટેબલ જાહેર, અમદાવાદમાં જ ફાઇનલ કેમ યોજાશે તેનું કારણ આ રહ્યું
  2. India VS Pakistan : આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન, જાણો ભારતની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.