ETV Bharat / sports

LSG Vs DC 3rd IPL 2023 : દિલ્હી કેપિટલ સામે લખનૌ સુપર જાયન્ટ્સની 50 રનથી જીત, માર્ક વુડે 5 વિકેટ ઝડપી - लखनऊ सुपर जायंट्स बनाम दिल्ली कैपिटल्स

TATA IPL 2023ની 3જી મેચ લખનૌ અને દિલ્હી વચ્ચે રમાઇ હતી. જેમાં લખનૌએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા હતા. લખનૌના સલામી બેસ્ટમેન K Mayersએ સૌથી વધું 73 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ 20 ઓવરના અંતે નવ વિકેટ ગુમાવીને 143 રન જ બનાવી શક્યું હતું. આમ લખનૌ સુપર જાયન્ટ્સની 50 રનથી જીત થઈ હતી.

IPL 2023 Today Fixtures: દિલ્હીનો મુકાબલો લખનૌ સાથે થશે, જાણો કોણ છે આંકડામાં ભારે

author img

By

Published : Apr 1, 2023, 11:41 AM IST

Updated : Apr 1, 2023, 11:51 PM IST

નવી દિલ્હીઃ IPL 2023ની ત્રીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે. દિલ્હીની કમાન આ વખતે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરના હાથમાં છે. આઈપીએલમાં લખનૌ જાયન્ટ્સની આ બીજી સિઝન છે. જેમાં લખનૌએ પ્રથમ બેટીંગ કરતા દિલ્હીને જીત માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

છેલ્લી ઓવરમાં 3 વિકેટ પડીઃ દિલ્હી કેપિટલ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. અને વુડની છેલ્લી ઓવરમાં પહેલા જ બોલે આઉટ થયો હતો. બીજા બોલે સાકરિયાએ ચોક્કો માર્યો હતો. દિલ્હી કેપિટલનો સ્કોર હતો 8 વિકેટના નુકસાન પર 143 રન થયા હતા. ત્રીજો બોલ પર કોઈ રન નહોતો થઈ શક્યો. ચોથા બોલે સાકરિયા આઉટ થયો હતો. અને સ્કોર નવ વિકેટના નુકસાન પર 143 રન થયા હતા. સાકરિયાનાસ્થાને મુકેશ રમવા પર આવ્યા હતા અને છઠ્ઠા બોલે કોઈ રન ન બનાવી શક્યા. દિલ્હી કેપિટલનો સ્કોર નવ વિકેટ ગુમાવીને 143 રન થયા હતા.

માર્ક વુડે 5વિકેટ ઝડપીઃ લખનૌ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. તેની સામે દિલ્હી કેપિટલ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. તેમાં લખનૌના બોલર માર્ક વુડ ચાર ઓવરમાં 14 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અવેશ ખાન 4ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેમજ રવિ બિશ્નોઈ ચાર ઓવરમાં 31 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કર્યું: IPL 2022ની સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ 14માંથી 9 મેચ જીતીને ટોપ 4માં હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સ (DC) એ 16 સીઝન રમી છે. પરંતુ હજુ સુધી ચેમ્પિયન બની શકી નથી. દિલ્હી છ વખત પ્લેઓફમાં અને એક વખત ફાઇનલમાં પહોંચી છે. IPL 2020માં, DCએ મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલ મેચ રમી હતી. દિલ્હીને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

GT Vs CSK IPL 2023: મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની 5 વિકેટથી ભવ્ય જીત

લખનૌ-દિલ્હી ત્રીજી વખત આમને-સામને: આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ ત્રીજી વખત આમને-સામને થઈ હતી. આ વખતે દિલ્હીની કપ્તાની ડેવિડ વોર્નરને આપવામાં આવી હતી. ડીસીના નિયમિત કેપ્ટન ઋષભ પંત કાર અકસ્માત બાદ ટીમમાં પરત ફરી શક્યા નથી, તેથી વોર્નરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન રહી ચૂક્યો છે. તેમના નેતૃત્વમાં હૈદરાબાદે 2016માં ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં સનરાઇઝર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. ઓલરાઉન્ડર અક્ષર પટેલ દિલ્હીનો વાઇસ કેપ્ટન છે. પટેલ બોલિંગ અને બેટિંગથી મેચનો પાસા ફેરવી શકે છે.

Rashmika Mandanna in IPL : રશ્મિકા મંદાના ઓપનિંગ સેરેમની માટે ઉત્સાહિત, જણાવ્યું કે તેનો ફેવરિટ ક્રિકેટર કોણ છે

બંને મેચમાં રાહુલની ટીમનો વિજય: લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) અને દિલ્હી કેપિટલ્સ (ડીસી) અત્યાર સુધીમાં બે વાર એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. આ બંને મેચમાં રાહુલની ટીમનો વિજય થયો હતો. 7 એપ્રિલ, 2022ના રોજ રમાયેલી મેચમાં જાયન્ટ્સે બે બોલ બાકી રહેતા છ વિકેટથી જીત મેળવી હતી. 1 મે, 2022 ના રોજ, બંને બીજી વખત ટકરાયા. આ વખતે પણ જાયન્ટ્સે દિલ્લીને છ રનથી હરાવ્યું હતું. ત્યારબાદ દિલ્હીનો કેપ્ટન રિષભ પંત હતો.

Last Updated : Apr 1, 2023, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.