નવી દિલ્હી: ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ગુરુવારે T20 વર્લ્ડ કપમાંથી સ્ટ્રેસ ફ્રેક્ચરથી બહાર થઈ ગયો (Jasprit Bumrah out of T20 World Cup) હતો, જેના કારણે ICC ઈવેન્ટમાં ટીમની તકોને મોટો ફટકો પડ્યો હતો. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, બુમરાહને સ્ટ્રેસ ફ્રેક્ચર (Jasprit Bumrah back fracture) છે અને તે મહિનાઓ સુધી કામની બહાર રહી શકે છે.
પીઠની ગંભીર સ્થિતિ: બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, બુમરાહ નિશ્ચિતપણે વર્લ્ડ T20 રમવા જઈ રહ્યો નથી. તેની પીઠની ગંભીર સ્થિતિ છે. તે સ્ટ્રેસ ફ્રેક્ચર છે અને તે છ મહિના સુધી બહાર રહી શકે છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે T20 રમનાર બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝના ઓપનર માટે ટીમ સાથે તિરુવનંતપુરમ ગયો ન હતો.
બહાર થનારો બીજો સિનિયર સ્ટાર: બુમરાહ રવીન્દ્ર જાડેજા પછી બહાર થનારો બીજો સિનિયર સ્ટાર ખેલાડી છે, જે ઘૂંટણની સર્જરીમાંથી સાજો થઈ રહ્યો છે.